• વડાપ્રધાન ગુજરાતના બે દિવસના રોકાણ દરમિયાન કચ્છમાં સોલાર પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત તથા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરશે
  • PM મોદી પહેલા ખાવડામાં નવા સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને પછી માંડવીમાં નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરશે
  • ગઈ 30મીએ વડાપ્રધાન આવવાના હતા પરંતુ કાર્યક્રમ મુલત્વી રહ્યો
  • 30-31 ઓક્ટોબરે કેવડિયામાં કર્યું 17 પ્રોજેક્ટનું લોકાર્પણ
  • ચાંગોદર સ્થિત ઝાયડસ બાયોટેક કંપનીના પ્લાન્ટની ગઈ 28 નવેમ્બરે મુલાકાત લીધી હતી

#KUTCH - 3 મહિનાથી ગુજરાતની મુલાકાત લેતા વડાપ્રધાન આગામી 14 અને 15 ડિસેમ્બરે કચ્છમાં

WatchGujarat  Kutch – છેલ્લા 3 મહિનાથી વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર આગામી આગામી 14 અને 15 ડિસેમ્બરે ગુજરાતની મુલાકાત આવશે. PM મોદી ગુજરાતનું ટુરિસ્ટ હબ ગણાતા સરહદી જિલ્લા રન ઓફ કચ્છમાં રોકાશે. વડાપ્રધાન ગુજરાતમાં બે દિવસ રોકાશે અને કચ્છના ખાવડામાં નવા સોલાર પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત અને માંડવીમાં નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરશે. છેલ્લા 3 મહિનાથી ગુજરાતની મુલાકાત લેતા PM મોદી પહેલા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે, ત્યારબાદ ગત મહિનાની મુલાકાત સમયે વેક્સિનના પરીક્ષણનું નિરીક્ષણ પણ કર્યું હતુ. #Kutch

અગાઉ પણ ભૂતપૂર્વ CM કેશુભાઈ પટેલ ને નરેશ મહેશ કનોડિયાના અવસાન થવાથી તેમના ઘરની મુલાકાત લેવા અમદાવાદ આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદથી કેવડિયા પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે જંગલ સફારી, એકતા મોલ, એકતા નર્સરી, રિવર રાફટિંગ, બટરફ્લાઇ ગાર્ડન સહિત કુલ 21 પ્રોજેક્ટમાંથી 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. જો કે ગયા મહિનાની 30 નવેમ્બરે દેવદિવાળીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ અને માંડવી ખાતે એક નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરવા માટે આવવાના હતા. પરંતુ તે કાર્યક્રમને કોઈ કારણોસર મુલતવી રાખવામાં આવ્યો હતો.

ત્યરબાદ કોરોનાથી દેશમાં ગંભીર સ્થિતિ વચ્ચે ઝાયડ્સ બાયોટેકની ઝાયકોવ-ડી વેક્સિનનું અંતિમ તબક્કા પરીક્ષણ પણ ચાલી રહ્યું છે. ત્યારે પરીક્ષણની કામગીરી જોવા માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાંગોદર સ્થિત ઝાયડસ બાયોટેક કંપનીના પ્લાન્ટની ગઈ 28 નવેમ્બરે મુલાકાત લીધી હતી. અહીં કંપનીના ચેરમેન પંકજ પટેલે વડાપ્રધાનને કોરોના રસીના પરીક્ષણની કામગીરીની માહિતી આપી હતી. આ દરમિયાન વડાપ્રધાને કોરોના રસીની કામગીરીની તમામ પ્રક્રિયાની પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.

More #Kutch #Gujarat #PM #Narendra Modi #Watch Gujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud