મોટો દલ્લો હાથમાં આવ્યા બાદ જામજોધપુરમાં આવેલા મંદિરે જઇ બલિ ચડાવી તેની માનતા પૂરી કરતો
"કરોડપતિ ચોર" બ્રાન્ડેડ કપડાં અને ઘડિયાળોથી લઇ વિવધિ બ્રાન્ડેડ વસ્તુઓનો શોખીન
પુત્ર માટે સુરત MG હેક્ટરનાં શો-રૂમમાં બુક કરી તી રૂ. 19 લાખની કાર
WatchGujarat તાજેતરમાં શહેરમાં વધી રહેલી ચોરીની ઘટનાઓને લઈને પોલીસ કમિશ્નર દ્વારા આ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતનાં નામચીન ચોર આનંદ સીતાપરા અને તેના પુત્ર હસમુખને ઝડપી પાડી રૂપિયા 15 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. જો કે આનંદની અત્યંત વૈભવી લાઈફ સ્ટાઇલ વિશે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને તેને 'કરોડપતિ ચોર'નું નામ આપવામાં આવ્યું હતું.
શહેરનાં ઝોન-2 ડીસીપી મનોહરસિંહ જાડેજાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આનંદ ચોર હોવા છતાં અત્યંત વૈભવી જીવન જીવતો હતો. વર્ષ 2007 પહેલાં તે કોઠારિયા રોડ પર રહેતો હતો. જ્યાં તેનો 3 માળનો સેન્ટ્રલી એરકન્ડિશનર બંગલો હતો. સાથે જ બ્રાન્ડેડ કપડાં અને ઘડિયાળો સહિતની વસ્તુઓનો શોખીન હતો. તાજેતરમાં આનંદે સુરતમાં એમ.જી. હેક્ટરનાં શો-રૂમમાં જઇ તેના પુત્ર માટે રૂ.19 લાખની કિંમતની એમ.જી.હેક્ટર કાર બુક કરાવી હતી. એટલું જ નહીં કારનાં બુકિંગ પેટે રૂપિયા 2 લાખ પણ ચૂકવ્યા હતા. જો કે પિતાપુત્રની ધરપકડ બાદ પોલીસે શો-રૂમના સંચાલક પાસેથી આ રકમ જપ્ત કરી લીધી છે.
વધુમાં ડીસીપીએ જણાવ્યું હતું કે, આનંદની ચોરી કરવાની સાવ અનોખી પદ્ધતિ હતી. જેમાં આનંદ ચોરી કરવા જતા પહેલાં માનતા રાખતો હતો. તેમજ મોટો દલ્લો હાથમાં આવ્યા બાદ જામજોધપુરમાં આવેલા મંદિરે જઇ બલિ ચડાવી તેની માનતા પૂરી કરતો હતો. ચોરી કરતા પહેલા રેકી કરવા માટે અને ચોરીને અંજામ આપવા માટે આનંદ ખાસ સફેદ કપડાં પહેરતો હતો. જેથી કોઈપણ તેને અટકાવે કે રોકે તો મરણનાં કામે જતો હોવાનું બહાનું બનાવી શકાય. તેના સફેદ કપડાં જોઈને સામેવાળી વ્યક્તિ ઈમોશનલ થયા બાદ નજર ચૂકવી ચોરીને અંજામ આપતો હતો.
ચોરી કર્યા બાદ રૂપિયાની ગોઠવણ અને સોના-ચાંદીના દાગીના વેંચવામાં પણ આનંદ બુદ્ધિનો ભરપૂર ઉપયોગ કરતો હતો. ચોરાઉ દાગીના સોની વેપારીને આપી કેશ રૂપિયા લેવાને બદલે નવા બિલવાળાં ઘરેણાં બનાવી લેતો હતો. બાદમાં બિલ સાથે રાખીને તે આ ઘરેણાંને અન્ય વેપારીને વેંચતો હતો. જેથી વેપારીને તેના ઉપર કોઈ શંકા રહેતી ન હતી અને સાથે જ ઘરેણાંની કિંમત પણ સારી મળતી હતી. ચોરી કરવામાં તે પિયુષને સાથે રાખતો ન હતો. અને માત્ર તેડવા-મુકવા માટે પિયુષની સાથે બાઈકમાં જતો હતો. દરમિયાન બંને નંબર પ્લેટ વિનાનાં બાઈકમાં હેલ્મેટ પહેરીને જતા હતા.
છેલ્લા ચારેક મહિનામાં 12 ચોરીને અંજામ આપનાર આનંદ પર શહેરનાં વિવિધ પોલીસ મથકમાં કુલ 32 જેટલા ગુના નોંધાયેલા છે. એટલું જ નહીં એક વખત આનંદ પાસા પણ ભોગવી ચુક્યો છે. આનંદે કબૂલાત આપી હતી કે, પોતે ચોરી કરી એ તમામ સ્થળે તેની સાથે કોઠારિયામાં રહેતા પીયૂષ વિનુ અમરેલિયાની પણ સંડોવણી હતી. પિયુષ હાલ જેલમાં હોઈ પોલીસે તેનો કબ્જો મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. અને આનંદ તેમજ તેના પુત્ર સામે પણ ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.