- યુવતિએ ડરતા-ડરતા જેમની પાળી ઉપર બેસી પડતુ મુક્યું
- આશાપુરા ડેમમાં યુવતિની લાશ તણાતી મળતા ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર પહોંચ્યો
WatchGujarat ગોંડલનાં આશાપુરા ડેમમાં પડતું મૂકી એક યુવતિએ આપઘાત કર્યો છે. તેણીનાં આપઘાતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેને લઈને યુવતિનાં આપઘાતનાં લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, આ યુવતિ કોઈ સાથે ફોનમાં વાત કરે છે. અને ત્યારબાદ ડરતા-ડરતા ડેમની પાળી ઉપર બેસીને પછી ડેમમાં પડતું મૂકે છે. અને થોડીકવાર તરફડીયા માર્યા બાદ તેણીનું પ્રાણ પંખેરૂ ઉડી જતા લાશ પાણી ઉપર તરવા લાગી હતી. #cctv
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, આશાપુરા ડેમમાં એક યુવતિની લાશ તણાતી હોવાના સમાચાર મળતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને ફાયરના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેણીની લાશને ડેમમાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. દરમિયાન ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. #cctv
ગોંડલનાં ડેમમાં પડતું મૂકી યુવતિનો આપઘાત, ઘટના સીસીટીવીમાં કેદ થતા લાઈવ દ્રશ્યો સામે આવ્યા#watchgujarat #Gujarat #local #NEWS pic.twitter.com/n0L2S4a1wV
— Watch Gujarat (@WatchGujarat) December 24, 2020
પોલીસે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી આ યુવતિની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. અને ત્યારબાદ તેણીની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ મૃતક યુવતિનું નામ પૂજા રમેશભાઈ ડાભી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે મૃતક પૂજાનાં પરિવારજનોને જાણ કરી હતી.
હાલ યુવતિએ ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણવા તપાસ શરૂ કરી છે. સાથે જ સીસીટીવીમાં તે ફોનમાં વાત કરતી હોય તેણીએ કોની સાથે અને શું વાત કરી હતી તે જાણવા પણ કવાયત હાથ ધરવામાં આવી છે. અને આ સમગ્ર હકીકત જાણવા હાલ તેના પરિવારનાં સભ્યો અને મિત્રોનાં નિવેદન લેવામાં આવી રહ્યા છે.