• ગોપાલપુર બસ સ્ટેન્ડ પાસેથી કારમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરની ધરપકડ
  • એલસીબી પોલીસે હેડલાઈટ અને લાઈટની અંદરના ભાગે ખાનામાં છુપાવેલ 72 દારૂની બોટલો પકડી પાડી
  • પોલીસે 31,680ની મતાના ડાઉન જથ્થા સાથે રૂ,1.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

વડોદરા. રાજ્યમાં અને શહેરમાં દારૂને ઘુસાડવા માટે બુલેગરો અને સપ્લાયરો અવનવા ઉપાયો અપનાવતા હોય છે. તેવા જ એક કિસ્સામાં સેન્ટરો કારની હેડલાઇટ તેમજ પાછળની લાઈટની અંદરના ભાગે ખાના બનાવી 72 દારૂની બોટલો છુપાવી દારૂની હેરાફેરી કરતા બુટલેગરને જિલ્લા પોલીસે ડભોઈના ગોપાલપુર બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડ્યો છે. જિલ્લા પોલીસે 1.36 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂની હેરાફેરી કરનારની ધરપકડ કરી હતી. જયારે સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે.

વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ટીમ ડભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચી હતી. ત્યારે બાતમીદાર તરફથી બાતમી મળી હતી કે, એક કાળા કલરની સેન્ટરો કારમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફરી કરવામાં આવી રહી છે. અને તે સેન્ટરો કાર બોડેલી તરફથી વડોદરા શહેર તરફ જવાની છે. બાતમીના આધારે જિલ્લા પોલીસેની ટીમે ગોપાલપુરા બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બોડીલી તરફ્થી આવતાં રોડ ઉપર એક શંકાસ્પદ સેન્ટરો કાર આવતી જોવા મળી હતી. જેથી પોલીસે તે કારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી.

જિલ્લા પોલીસે કારની તપાસ કરતા પોલીસે ચોકી ઉઠી હતી. દારૂની હેરાફેરી કરતા બુટલેગરે કારની હેડલાઇટ તેમજ પાછળની લાઈટની અંદરના ભાગે ખાના બનાવી તેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ભરીને રાખી હતી. જેથી પોલીસે કાર ચાલકની પુછપરછ કરતા તેણે પોતાનું નામ જયેશ ઉર્ફે ઢોલો કાંતિભાઈ પરમાર (રહે, તરૂનગર, છાણીજકાતનાકા) જણાવ્યું હતું. જિલ્લા પોલીસે હેડલાઇટ તેમજ પાછળની લાઈટની અંદરના ભાગે ખાનામાં છુપાવેલ 750 એમએલની રૂ,31,680ની મતાની 72 દારૂની બોટલો પકડી પાડી હતી.

જિલ્લા પોલીસે જયેશ ઉર્ફે ઢોલોની આ દારૂનો જથ્થો ક્યાંથી ભરીને લાવેલ અને કોને આપવાનો હતો. તે અંગે પુછપરછ કરતા આ દારૂનો જથ્થો દેવગાઢબારિયાના કાળુભાઈ પાસેથી લાવ્યો હૉવાનું કબલ્યું હતું. જિલ્લા પોલીસે કાર,મોબાઈલ અને દારૂનો જથ્થો મળી કુલ રૂ,136 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂની હેરાફેરી બદલ જયેશ ઉર્ફે ઢોલો કાંતિભાઈ પરમારની ધરપકડ કરી હતી. જ્યારે દારૂની સપ્લાઈ કરનાર કાળુભાઈને વોન્ટેડ જાહેર કરી તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud