• યુવેક યુવતીએ રાવપુરા સ્થિત ભાઉકાળેની ગલીમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રેમ લગ્ન કર્યા હતા
  • યુવતી જ્ઞાતિ બહારની હોવાથી સાસરિયાઓને પહેલાથી જ મનદુઃખ રહેતું હતું
  • ગોત્રી પોલીસમાં પતિ, નણંદ અને સાસુ સસરા વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી

વડોદરા. સોશિયલ મિડીયા એપ્લીકેશન ઇન્સાગ્રામથી સંપર્કમાં આવ્યા બાદ યુવક – યુવતિ વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો. થોડાક સમય બાદ પ્રેમ લગ્નમાં પરિણમ્યો હતો. લગ્ન થયા બાદ સાસરીયાઓ તરફથી અવારનવાર મનદુખ થતુ રહેતું હતું. આખરે પિયરમાંથી પૈસા લાવવા માટે યુવતિને કાઢી મુકતા સાસરીયાઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

શહેરના બીલ ચાપડ રોડ પર રહેતી કરિશ્મા (નામ બદલેલ છે) હાલ પિતા સાથે રહે છે. ગયા વર્ષે કરિશ્મા ઇન્સ્ટાગ્રામ મારફતે ખુમાનસિંહ પરમારના સંપર્કમાં આવી હતી. થોડાસમયની વાતચીત પ્રેમસંબંધમાં બદલાતા ગત તા. 6 જાન્યુઆરી 2020ના રોજ કરિશ્માએ ખુમાનસિંહ સાથે રાવપુરા સ્થિત ભાઉકાળેની ગલીમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ લગ્નની નોંધણી કરાવ્યા પછી તેણી મકરંદ દેસાઈ રોડ પર આવેલ રાણેશ્વરનગરમાં રહેતા પતિ ખુમાનસિંહના ઘરે રહેવા ગઇ હતી.

કરિશ્મા જ્ઞાતિ બહારની હોવાથી સાસુ સસરા તેણીની સાથે મનદુઃખ રાખતા હતા. જો કે લગ્ન પહેલા પતિ ખુમાનસિંહ સલ્મ વિસ્તારમાં રહેતો હતો. ત્યારે કરિશ્માને મનાવવા માટે લગ્ન પછી સારા ઘરમાં રહેવા લઇ જશે અને સારી નોકરી પણ કરશે. તથા માતા પિતાને સારી રીતે રાખશે તેમ જણાવી લગ્ન કર્યા હતા.પરંતુ લગ્ન બાદ ખુમાનસિંહે નોકરી પણ છોડી દીધી હતી. અને કોઈ કામ ધંધો કરતો ન હતો. જેથી સાસુ સસરા અને નણંદ કરિશ્માને ઠપકો આપતા હતા. તેમજ નાની નાની વાતમાં ખુમાનસિંહ કરિશ્મા સાથે ઝગડો કરી મારઝૂડ કરતો હતો.અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

દરમિયાન ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી સાસુ સસરાએ પિયરમાંથી રૂપિયા લઇ આવવાનું કહી પહરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. આખરે પ્રેમ લગ્ન કર્યા બાદ 8 મહિનામાં જ પતિ અને સાસરી પક્ષથી કંટાળેલી કરિશ્માએ પતિ ખુમાનસિંહ, સાસુ રંજનબેન, સસરા જગદીશભાઈ અને નણંદ પાયલબેન વિરુદ્ધ ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud