• નામચીન ભૂપત ભરવાડ સામે અન્ય અરજીઓની તપાસ ચાલુ હોઈ નવો ગુનો નોંધાય તેવી શક્યતા
  • ભૂપત સામે છેલ્લા બે માસમાં હોટલ સંચાલક પાસેથી પૈસા પડાવવા, બેડી અને અર્જુન પાર્ક જમીન કૌભાંડ તેમજ દારૂના ગુના નોંધાયા
  • બે માસમાં ચાર ગુના નોંધાઇ ચૂક્યા હોવાથી પાસાનું શસ્ત્ર ઉગામાય તેવી શક્યતા

#RAJKOT - ભુમાફિયા ભૂપતનાં ગુના ખૂટતા જ નથી, જમીન કૌભાંડમાં જામીન મળતા ક્રાઈમ બ્રાન્ચે દારૂના કેસમાં કરી અટકાયત

WatchGujarat  Rajkot – શહેરનાં નામચીન ભૂપત ભરવાડનાં ગુના ખૂટતા જ નથી. ત્યારે જમીન કૌભાંડમાં જામીન થતા જ હવે ક્રાઈમ બ્રાન્ચે દારૂના કેસમાં તેની અટકાયત કરી છે. તેમજ તેની સામે અન્ય અરજીઓની તપાસ ચાલુ હોઈ નવો ગુનો નોંધાય તેવી શક્યતા છે. એટલું જ નહીં ભૂપત સામે છેલ્લા બે માસમાં હોટલ સંચાલક પાસેથી પૈસા પડાવવા, બેડી અને અર્જુન પાર્ક જમીન કૌભાંડ તેમજ દારૂના ગુના નોંધાયા છે. આમ બે માસમાં ચાર ગુના નોંધાઇ ચૂક્યા હોવાથી પાસાનું શસ્ત્ર ઉગામાય તેવી શક્યતાઓ પણ જોવાઇ રહી છે.

શહેરમાં બળજબરીથી પૈસા પડાવવા, જમીન ઉપર કબજા સહિતના ગુનામાં જેલવાસ ભોગવતા ભૂપત ભરવાડ ઉર્ફે ભૂપત વિરમભાઇ બાબુતરનો જામીન પર છૂટકારો થયો હતો. જો કે જામીન પર છૂટેલા ભૂપત ભરવાડને ક્રાઇમ બ્રાંચના અધિકારીએ દારૂના ગુનાની તપાસમાં અટકાયતમાં લઇ લીધો છે. હોટલ સંચાલક પાસેથી પૈસા પડાવવાના ગુનામાં પકડાયેલા ભૂપતની ઓફિસમાં પોલીસે તપાસ કરતા દારૂની અડધી ભરેલી બોટલ મળી આવતા પ્રોહિબિશનનો ગુનો અલગથી જ નોંધવામાં આવ્યો હતો.#Rajkot

ત્યારબાદ ભૂપત અને તેના ભાગીદાર, સાગરીતો વિરૂધ્ધ બેડી જમીન કૌભાંડ, મોરબી રોડ પર અર્જુન પાર્ક અને સૂચિત સોસાયટીમાં કબજો કરવાનો ગુનો નોંધાયો હતો. તદુપરાંત જમીન કૌભાંડની અન્ય 5-6 અરજીઓ થઇ છે જેની તપાસ હાલ ચાલુ છે. જોકે અર્જુન પાર્ક જમીન કૌભાંડમાં જેલવાસ ભોગવતા ભૂપત ભરવાડે જામીન ઉપર છૂટવા કરેલી અરજી અદાલતે મંજૂર કરી હતી. પણ આજે જામીન ભરીને ભૂપત જેલમાંથી મુક્ત થયો એ સાથે ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.જે.જાડેજા, મદદનીશ ભરતસિંહ સહિતના સ્ટાફે ભૂપત ભરવાડને દારૂના ગુનામાં અટકાયતમાં લઇ લીધો હતો. કોવીડ ટેસ્ટ પછી તેની ધરપકડ કરી જરૂર જણાયે રિમાન્ડની માંગ કરવામાં આવશે.

More #BhuMafia #Crimebranch #Liquor case #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud