• પાર્થિવ દેહ વિમાન માર્ગે અમદાવાદ પહોંચી ચુક્યો, બાય રોડ રાજકોટ લાવવામાં આવી રહ્યો છે
  • બપોરે 1થી3 તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પણ રાખવામાં આવશે
  • પરિવાર સહિત અંગત 50ની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે
  • અભય ભારદ્વાજના નિધનથી હવે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી

#RAJKOT - અભય ભારદ્વાજનાં નિવાસસ્થાને અંતિમ વિધિની તૈયારીઓ પૂર્ણ, CM રૂપાણી આવે તેવી શક્યતા

WatchGujarat   રાજયસભા સાંસદ અને ધારાશાસ્ત્રી એવા અભય ભારદ્વાજ લાંબા સમયથી ચેન્નઈમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યાં મંગળવારે હૃદયરોગનાં હુમલાને કારણે તેમનું નિધન થયું છે. જેને પગલે તેમના પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવી રહ્યો છે. આ અંગે જ મળતી માહિતી મુજબ તેમનો પાર્થિવ દેહ વિમાન માર્ગે અમદાવાદ પહોંચી ચુક્યો છે. અને હવે બાય રોડ જ રાજકોટ લાવવામાં આવી રહ્યો છે. અહીં બપોરે 1થી3 તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પણ રાખવામાં આવશે. અને ત્યારબાદ પરિવાર સહિત અંગત 50ની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ તકે મુખ્યમંત્રી રૂપાણી પણ આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલ અભય ભારદ્વાજનાં અમીન માર્ગ સ્થિત નિવાસ સ્થાને તેમની અંતિમવિધિની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અને તેમના નાનાભાઈ તેમજ સ્થાનિક ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજને સધિયારો આપવા માટે ભાજપનાં નેતાઓ પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. અભય ભારદ્વાજનાં નિવાસસ્થાન અને આસપાસનાં વિસ્તારોમાં પણ શોકની લાગણી ફરી વળી છે. તેમજ સ્વજનોનાં હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહના ગાળામાં ગુજરાતની બેઠક પરથી રાજ્યસભામાં ચૂંટાઇ આવનારા બીજા સાંસદ અભય ભારદ્વાજનું હૃદયરોગના હુમલાને કારણે મંગળવારે નિધન થયું છે. તેઓ જૂન મહિનામાં ભાજપ તરફથી ચૂંટાયા હતા. આ પહેલા ગત મંગળવારે કોંગ્રેસ રાજ્યસભાનાં સાંસદ અહેમદ પટેલનાં અવસાનથી 1 બેઠક ખાલી પડી હતી, ત્યાં ભારદ્વાજના નિધનથી હવે ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે.

More #Abhay Bhardwaj #CM #Vijaybhai Rupani #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud