દંપતિ સહિત 4 શખ્સોએ મોરબીનાં યુવકોને યુવતિ સાથે અંગત પળો માણવાની લાલચે રાજકોટ બોલાવ્યા
રાજકોટમાં હનીટ્રેપનો વધુ એક બનાવ નોંધાયો
10,000 લઇ લીધા બાદ મહિલા અને તેના પતિ સહિત 4 શખ્સોએ પોલીસમાં જાણ કરવાનો ભય બતાવી ગળે છરી રાખીને રૂ. બે લાખની માંગ કરી ખિસ્સામાંથી 6,500 લૂંટી લીધા
યુવકને ગોંધી રાખી તેના મિત્રને રૂપિયા લેવા મોકલી વધુ રૂ. 10 હજાર પણ ઉપાડી લીધા
દંપતિ સહિત 4 સામે ફરિયાદ નોંધાતા પોલીસે બે શખ્સોને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી
WatchGujarat Rajkot શહેરમાં હનીટ્રેપનો વધુ એક બનાવ નોંધાયો છે. જેમાં દંપતિ સહિત 4 શખ્સોએ મોરબીનાં યુવકોને યુવતિ સાથે અંગત પળો માણવાની લાલચે રાજકોટ બોલાવ્યા હતા. આ માટે રૂ. 10 હજાર આપવાનું પણ નક્કી કરાયું હતું. જો કે આ રૂપિયા લઇ લીધા પછી દિવ્યા, તેના પતિ સહિત 4 શખ્સોએ પોલીસમાં જાણ કરવાનો ભય બતાવી ગળે છરી રાખીને રૂ. બે લાખની માંગ કરી ખિસ્સામાંથી 6,500 લૂંટી લીધા હતા. એટલું જ નહીં ફરિયાદીને ગોંધી રાખી તેના મિત્રને રૂપિયા લેવા મોકલી વધુ રૂ. 10 હજાર પણ ઉપાડી લીધા હતા. આ અંગે દંપતિ સહિત 4 સામે ફરિયાદ નોંધાતા પોલીસે બે શખ્સોને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીનાં 21વર્ષીય યુવક સંજય ગાજીપરાએ કુવાડવા પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે વિજય બાબુભાઇ ઉર્ફે નાગાજણ ગરચર, ગુણવંત રાજુભાઇ મકવાણા, તેની પત્ની દિવ્યા અને અશોક કોળીના નામ આપ્યા છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેના સંપર્કમાં આવેલી રાજકોટની દિવ્યા મકવાણાએ લલના સાથે રાત ગુજારવા માટેની વ્યવસ્થા કરી આપવાનું કહી રૂ. 10 હજારમાં ડીલ કરી હતી. 13 ડિસેમ્બરે પોતે મિત્ર શૈલેષ સાથે કાર લઇને રાજકોટ આવ્યો હતો અને નક્કી થયા મુજબ મોરબી રોડ જકાતનાકા નજીકથી દિવ્યા કારમાં બેસી ગઇ હતી.
જ્યાં દિવ્યાએ એડવાન્સ રૂ. 10 હજાર માગતા તેને આપી દીધા હતા. બાદમાં બેડી ફાટક નજીક અગાઉથી રાહ જોઇને ઉભેલા વિજય, ગુણવંત અને અશોકે તેને અટકાવ્યા હતા. અને છોકરી મામલે પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં વિજયે ગળે છરી રાખી મારી નાખવાની ધમકી આપી સેટલમેન્ટ માટે રૂ. 2 લાખની માંગ કરી હતી. જોકે અંતે રૂ. 1 લાખમાં વહીવટ નક્કી થતાં દિવ્યા અને અશોક બાઇકમાં રવાના થઇ ગયા હતા. #Rajkot
ત્યારબાદ વિજય અને ગુણવંતે ફરિયાદીનાં પર્સમાંથી રૂ. 6,500 કાઢી લઈ મિત્ર શૈલેષને રૂપિયાની વ્યવસ્થા કરવા કાર લઇ મોરબી રવાના કર્યો હતો. તેમજ ભોગ બનનાર દિપને ગોંધી રાખી એક્ટિવામાં વચ્ચે બેસાડી એટએમમાંથી રૂ. 10 હજાર ઉપડાવ્યા હતા. સમગ્ર ઘટના અંગે કુવાડવા પોલીસે અપહરણ, બળજબરીથી પૈસા પડાવવા, ખૂનની ધમકી સહિતનો ગુનો નોંધી બે આરોપીને સકંજામાં લઇ અન્ય બંનેને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. #Rajkot
More #Morbi #Youth #Robbed #Prostitute #lust #Rajkot News