• આરોપીઓ પોલીસને જોઈને નાસવા લાગતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો
  • આરોપીઓએ પથ્થરો વડે કરેલા હુમલામાં PSIને માથામાં ઇજા થઇ હતી
  • ઇજા થઇ હોવા છતાં PSIએ પીછો કરી બંનેને ઝડપી લીધા હતા
  • PSI ને સારવાર માટે ખસેડવામાં આવ્યા

#RAJKOT - પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી બે આરોપીઓને ઝડપી લીધા, PSI ઘાયલ

WatchGujarat  શહેરના બે ફરાર આરોપીઓ કુવાડવા પાસે હોવાની બાતમીને આધારે પોલીસની ટીમ પહોંચી હતી. આરોપીઓ પોલીસને જોઈને નાસવા લાગતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. દરમિયાન આરોપીઓએ પથ્થરો વડે કરેલા હુમલામાં PSIને માથામાં ઇજા થઇ હતી. જો કે તેમ છતાં પોલીસે બંનેને ઝડપી લીધા હતા. અને PSI ને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ પ્રનગર પોલીસમાંથી પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી કુવાડવા ચોકડી હોવાની માહિતી મળી હતી. જેને લઈ પીએસઆઇ કે.ડી.પટેલ સહિતની ટીમ કુવાડવા ચોકડી દોડી ગઇ હતી. કુવાડવા ચોકડી પહોંચતા જે માહિતી મળી હતી. તે આરોપી તો નજરે પડ્યો ન હતો. પરંતુ પ્રદ્યુમ્નનગર પોલીસમથકના ધમકીના ગુનામાં આગોતરા જામીન મેળવ્યા બાદ પોલીસમાં હાજર ન થતો ભિસ્તીવાડના નામચીન હકુભાનો પુત્ર મુસ્તફા ખીયાણી અને માજીદ રફિક ભાણુ મળી આવ્યા હતા.

પોલીસે બંનેને અટકાવતા તેઓ ઝપાઝપી કરી ભાગ્યા હતા. જેથી બંને શખ્સનો પીછો કરતા મુસ્તફાએ તો પથ્થરોના ઘા કરી હુમલો કર્યો હતો. જેમાં પીએસઆઇ પટેલને પથ્થર માથામાં વાગતા ઇજા થઇ હતી. તેમ છતાં પીએસઆઇ અને તેમની સાથેના સ્ટાફે પીછો કરી બંનેને પકડી પાડ્યા હતા. માથામાં ઇજા થવાને કારણે પીએસઆઇ પટેલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસમથકના પીઆઇ એમ.સી.વાળા સહિતનો કાફલો પણ દોડી ગયો હતો. અને ઇજાગ્રસ્ત પીએસઆઇ પટેલની ફરિયાદ પરથી મુસ્તફા ખીયાણી અને માજીદ ભાણુ સામે આઇપીસી 332, 186, 337, 114ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

More #Police Chase #Filmy Style #PSI #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud