• કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 દર્દીઓ બળીને ભડથું થઈ ગયા હતા
  • પોલીસે ગંભીર બેદરકારી દાખવનારા સંચાલક સહિત પાંચ ડોક્ટરો સામે ગુનો નોંધ્યો હતો
  • સોમવારે ગોકુલ હોસ્પિટલના ચેરમેન સહિત ત્રણ ડોક્ટરની ધરપકડ થઇ હતી
  • ગતરોજ ગોકુલ હોસ્પિટલના ચેરમેન સહિત ત્રણ ડોક્ટરને કોર્ટે જમીન મુક્ત કર્યા
  • બંને ડોક્ટરોને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બને આરોપીઓના જામીન મંજૂર કર્યા

#RAJKOT - ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે બાકીના બંને ડોક્ટરની ધરપકડ

WatchGujarat   શહેરનાં માવડી વિસ્તારમાં લાગેલી આગ મામલે પોલીસે હોસ્પિટલનાં સંચાલક સહિતનાં પાંચ ડોક્ટર્સ સામે ગુનો નોંધ્યો હતો. જે પૈકી 3 ડોક્ટરોને ગઈકાલે અદાલતે જામીન મુક્ત કર્યા બાદ પોલીસે આજે બાકીના બંને ડોક્ટરો ડો. તેજસ મોતીવારસ તેમજ ડો. દિગ્વિજયસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ધરપકડ કરી છે.

#RAJKOT - ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે બાકીના બંને ડોક્ટરની ધરપકડ

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5-5 દર્દીઓ બળીને ભડથું થઈ ગયા હતા. આ મામલે પોલીસે ગંભીર બેદરકારી દાખવનારા સંચાલક સહિત પાંચ ડોક્ટરો સામે ગુનો નોંધ્યા બાદ પોલીસે સોમવારે ગોકુલ હોસ્પિટલના ચેરમેન ડો. પ્રકાશ મોઢા, ડો. તેજસ કરમટા અને ડો. વિશાલ મોઢા સહિત ત્રણ ડોક્ટરની ધરપકડ કરી હતી. ત્યારે ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે જ આજે પોલીસે હોસ્પિટલના બીજા બે ડો. તેજસ મોતીવારસ અને ડો. દિગ્વિજયસિંહ જાડેજાની પણ ધરપકડ કરી છે. અને બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બને આરોપીઓના જામીન મંજૂર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગતરોજ ગોકુલ હોસ્પિટલના ચેરમેન ડો. પ્રકાશ મોઢા, ડો. તેજસ કરમટા અને ડો. વિશાલ મોઢાને કોર્ટે જમીન મુક્ત કર્યા છે. પરંતુ તેમને પોલીસ મથકમાં જ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અને આ અંગે વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યા છે. ત્યારે આજે ઝડપાયેલા બંને ડોક્ટરો સાથે પણ પોલીસ આવું જ વર્તન કરશે કે નહીં ? જેવી રમૂજ લોકો કરી રહ્યા છે.

More #અગ્નિકાંડ #Uday Shivanand Hospital #Fire Tragedy #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud