• નર્મદા LCB ને IPL ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા સટોડિયા પાસેથી રોકડા 1.08 લાખ સહિત મોબાઈલમાંથી સટ્ટાની ચેટિંગ મળી
  • નર્મદા જિલ્લા LCB પોલીસે IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખસને પકડી પાડી 3.13 લાખ રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

રાજપીપળા. IPL ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો હોવાની નર્મદા LCB પોલીસને બાતમી મળતા GIDC વિસ્તારના લોકેશન પર પોલીસે ત્રણ દિવસ વોચ રાખી હતી. એક શખસ ગાડીમાં મોબાઈલ પર સટ્ટો રમતો હોવાની માહિતી મળતા બાતમીને લઈને LCB PI એ.એમ.પટેલ, PSI સી.એમ.ગામીત સહિતની ટીમો તેને પકડવા પહોંચી હતી.દરમિયાન પોલીસને જોઈ એ શખસ કાર લઈ ત્યાંથી ભાગ્યો હતો.

પોલીસે જો કે તેનો પીછો કરતા નજીકના આદિત્ય -2 બંગલોઝમાં એ કાર જઈને ઉભી રહેલી પોલીસે જોઈ હતી. બાદ પોલીસે તેજસ કનુ પટેલ નામના શખસને ઘરમાં જતા પહેલા જ ઝડપી પાડ્યો હતો.પોલીસે તેજસ કનુ પટેલ પાસેથી મોબાઈલ લઈ ગાડીની તપાસ કરતા એમાંથી 1.08 લાખ કેશ મળી આવી હતી. આ સાથે કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

મોબાઈલ માંથી જરૂરી ડેટા પણ મળી આવ્યા જેથી પોલીસે તેજસ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. LCB PI એ.એમ.પટેલે જણાવ્યું હતું કે આ IPL પર સટ્ટો રમાતો હોવાની બાતમી તો હતી એટલે 3 દિવસ ત્યાં વોચ ગોઠવી ત્યારે આ યુવાન GIDC વિસ્તારમાં પોતાની ગાડીમાં બેસીને મુંબઈ ઇન્ડિયન્સ V/S કોલકાત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાતી મેચમાં ઓનલાઈન સટ્ટા રમાડી રહ્યો હતો.

તેના મોબાઈલમાં ગુગલ બ્રાઉઝર વેબ સાઈડ ઉપર યુઝર નેમ પાસવર્ડ ઉપર મુંબઈ ઇન્ડિયન્સ V/S કોલકાત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાતી મેચ વચ્ચે સટ્ટાની ચેટિંગ સહિતની વિગતો મળી હતી. તેજસ પટેલને ઝડપી તેની કાર અને અંદરથી મળેલ 1.08 લાખ રૂપિયા સહીત ની 3.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. તેની સાથે કોણ કોણ રમતા હતા એ પણ તપાસ કરીશું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud