• ઉદય શિવાનંદ હોસ્પિટલના ICU વિભાગમાં ભભૂકેલી આગમાં કોરોનાના 5 દર્દીઓ જીવતા ભુંજાઇ ગયા હતા
  • પોલીસે હોસ્પિટલમાં રાત્રે ફરજ પરનાં સ્ટાફ-કર્મચારીઓના નિવેદનો નોંધવાનું શરૂ કર્યુ
  • સીસીટીવી કેમેરામાં પરદા આડા હોવાથી ખરેખર આગ કયાંથી લાગી તે તારણ નીકળી શકયું નથી

WatchGujarat  ઉદય કોવિડ હોસ્પિટલનાં ICU વિભાગમાં ભભૂકેલી આગમાં કોરોનાના 5 દર્દીઓ જીવતા ભુંજાઇ ગયા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસે હોસ્પિટલમાં રાત્રે ફરજ પરનાં સ્ટાફ-કર્મચારીઓના નિવેદનો નોંધવાનું શરૂ કર્યુ છે. જેમાં પ્રાથમિક રીતે ચાર-પાંચ કર્મચારીઓનાં નિવેદનોમાં સામે આવ્યું છે કે, ધૂમાડા અને વીજળી ગુલ થવાને કારણે કંઈ જોઈ શકાય કે તરત જ અંદર જઈ શકાય તેમ નહોતું.

ઘટનામાં ઉંડાણપુર્વકની તપાસ થાય અને ભોગ બનેલા તમામને ન્યાય મળે તે માટે પોલીસ કમિશ્નર અગ્રવાલે તાકીદે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સિટ)ની રચના કરી છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ અને SOG પીઆઇ આર. વાય. રાવલની અધ્યક્ષતામાં તપાસ શરૂ થઇ છે. અને માલવીયાનગર પોલીસ દ્વારા પ્રારંભે હોસ્પિટલમાં આગની રાતે ફરજ પર હતાં એ કર્મચારીઓના નિવેદનો નોંધવાનો પ્રારંભ કરાયો છે.

અત્યાર સુધી ચાર-પાંચ કર્મચારીઓનાં નિવેદન લેવામાં આવ્યા છે. જેમાં જાણવા મળ્યા અનુસાર, આ આગ લાગતાં સાયરન સંભળાયું હતું. અને તરત જ તબિબો સહિતનો સ્ટાફ ICU તરફ દોડ્યો હતો. પરંતુ ધૂમાડાનાં ગોટેગોટા અને ICU વિભાગની વિજળી પણ ગૂલ થઈ જવાને લીધે અંદર જઈ શકાયું નહોતું. તો સીસીટીવી કેમેરામાં પરદા આડા હોવાથી ખરેખર આગ કયાંથી લાગી તે તારણ નીકળી શકયું નથી.

હાલ કોઈ તારણ ન નિકળતા પોલીસ પણ આગ કઇ રીતે લાગી હોઇ? અંદર ખરેખર શું બન્યું? એ સહિતની તપાસ માટે ટેકનિકલ રિપોર્ટની રાહ જોવા મજબૂર છે. અને એફએસએલ, પીજીવીસીએલ ઉપરાંત ફાયર બ્રિગેડના રિપોર્ટ પણ પોલીસે મંગાવ્યા છે. ત્યારે આ ટીમોનો ટેકનિકલ રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસની તપાસ આગળ વધે તેવું હાલ તો લાગી રહ્યું છે. જોકે પોલીસ દ્વારા આજે હોસ્પિટલના બાકી કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવનાર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud