ઘનતેરસના દિવસે લાંચ મહિલા ટલાટી અને વચેટીયા રૂ. 1 હજારની લાંચ લેતા ઝડપાયા હતા
મહિલાના મકાનનું પેઢીનામું કરી આપવા માટે મહિલા તલાટીએ રૂપિયા માંગ્યા હતા
શહેરમાં પ્રથમ અને રાજ્યમાં ત્રીજી વખત ક્રાઇમસીનનું પ્રોફાઇલીંગ કરવામાં આવ્યું
WatchGujarat. અડાજણના દાળીયા સ્કૂલની બાજુમાં સિટી તલાટીની ઓફિસમાં એસીબીની ટીમેધનતેરસના દિવસે ટ્રેપ ગોઠવી 1 હજારની લાંચ લેતા તલાટી હિરલ નવીનચંદ્ન ધોળકીયા અને વચેટિયો કાંતિ ગોવિંદ પટેલને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 95 હજાર રૂપિયા મળ્યા હતા જે અંગે તપાસ કરવા માટે ગાંધીનગરથી એફ.એસ.એલની ટીમ બોલાવવામાં આવી હતી. શહેરમાં પ્રથમ વખત લાંચના કેસમાં ક્રાઇમસીનનું પ્રોફાઇલીંગ કરવામાં આવ્યું હતું.
અડાજણના દાળીયા સ્કૂલની બાજુમાં સિટી તલાટીની ઓફિસમાં એસીબીની ટીમે શુક્રવારે ધનતેરસના દિવસે ટ્રેપ ગોઠવી 1 હજારની લાંચ લેતા તલાટી હિરલ નવીનચંદ્ન ધોળકીયા અને વચેટિયો કાંતિ ગોવિંદ પટેલને ઝડપી પાડ્યા હતા. વિસ્તારમાં વિધવાનું અડાજણમાં મકાન છે અને તે મકાન નામે કરવા પેઢીનામું બનાવવાનું હતું. પેઢીનામું બનાવવા માટે વિધવાનો દીકરો ગયો ત્યારે વચેટિયા કાંતિ પટેલે લાંચ માંગી હતી. માંડ પેટીયું રળીને ખાતા હોય તેવા લોકો પાસેથી પણ લાંચ માંગવાનું લોભીયા સરકારી અધિકારીઓ ચુકતા નથી.
વિધવા માહિલાનું પેઢીનામુ બનાવવા માટે રૂ. 1500ની લાંચ માંગતા રકઝક બાદ 1 હજાર આપવાનું નક્કી થયું હતું. જો કે આ મામલે એસીબીમાં ફરિયાદ કરાતા છટકું ગોઠવી બંનેને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત રૂ. 95,920 પણ મળી આવ્યા હતા. આ રુપિયા ક્યાંથી આવ્યા તે અંગે તપાસ કરવા માટે ગાંધીનગરથી એફ.એસ.એલની ટીમ બોલાવવામાં આવી હતી અને જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. આગામી સમયમાં તેનો રીપોર્ટ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એસીબીએ સુરતમાં પ્રથમ વખત ક્રાઈમ સીન પ્રોફાઈલીંગ કર્યું છે.
ક્રાઈમસીન પ્રોફાઈલીંગ શું હોય છે ?
સામાન્ય રીતે એન્ટી કરપ્શન બ્યુરોની કામગીરી ખાનગી રાહે કરવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે એન્ટી કરપ્શન બ્યુરોએ ફોરેન્સીક એક્સપર્ટ ક્રાઈમ સીન પ્રોફાઈલીંગ કર્યું છે. આ ક્રાઈમ સીન પ્રોફાઈલીંગ કરવા માટે ગાંધીનગરથી એફ.એસ.એલ.ની ટીમ સુરત આવી હતી અને ઘટનાની જગ્યા પર પહોંચી હતી. ક્રાઈમસીન પ્રોફાઇલીંગમાં ક્રાઇમ કેવી રીતે કરવામાં આવ્યું તે ઘટનાનું પુનરાવર્તન કરવામાં આવે છે. ઘટના સમયે આરોપી ક્યાં બેઠો હતો ફરીયાદી કેવી રીતે ત્યાં આવ્યો હતો અને કેવી રીતે પૈસા માંગ્ય હતા તે ઘટનાને દોહરાવવામાં આવે છે. અત્યાર સુધી ગુજરાતમાં માત્ર 3 વખત ક્રાઈમ સીન પ્રોફાઈલીંગ થયું છે. સુરતમાં સૌ પ્રથમ વખત ક્રાઈમ સીન પ્રોફાઈલીંગ તાજેતરમાં પકડાયેલા લાંચ કેસમાં કરવામાં આવ્યું હતું.