ઇન્ટરસેપ્ટર C-454 સીરિઝની બોટ છીછરા પાણીમાં પણ તરવાની ક્ષમતા સાથે ૪૫ નોટીકલ માઈલની ઉચ્ચ ઝડપ સુધી જવા માટે સક્ષમ
હાઈસ્પીડ ઇન્ટરસેપશન,દરિયાકાંઠની નજીકમાં પેટ્રોલિંગ ઓછી તીવ્રતાના સમુદ્રી ઓપરેશનો, શોધ અને બચાવ કામગીરી તેમજ સમુદ્રી દેખરેખ જેવા કર્યો માટે તૈયાર કરવામાં આવી
WatchGujarat ભારતીય તટરક્ષકદળની ઇન્ટરસેપ્ટર C-454 સીરિઝની બોટને હજીરા ખાતે ૧૫ ડીસેમ્બર ૨૦૨૦ના રોજ સુરતના પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર દ્વારા નિયુક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય તટરક્ષકદળ પ્રદેશ કમાન્ડર ઇન્સ્પેકટર જનરલ રાકેશ પાલ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના મહાનુભવો મહેમાનો અને નાગરિક મહાનુભવો પણ ઉપસ્થિત રહ્યા હતા
આ ઇન્સ્પેકટર C-454 સીરિઝની બોટ હજીરા સ્થિત એલ એન્ડ ટી જેટ્ટી દ્વારા સ્વદેશમાં જ તૈયાર કરવામાં આવી છે. અને તે છીછરા પાણીમાં પણ તરવાની ક્ષમતા સાથે 45 નોટીકલ માઈલની ઉચ્ચ ઝડપ સુધી જવા માટે સક્ષમ છે. આ જહાજ પોતાના ક્ષેત્રમાં અદ્તન એવા દિશા સૂચન અને સંદેશા વ્યવહારના ઉપકરણોથી સજ્જ છે. જે હાઈસ્પીડ ઇન્ટરસેપશન,દરિયાકાંઠની નજીકમાં પેટ્રોલિંગ ઓછી તીવ્રતાના સમુદ્રી ઓપરેશનો, શોધ અને બચાવ કામગીરી તેમજ સમુદ્રી દેખરેખ જેવા કર્યો માટે તૈયાર કરવામાં આવેલા છે.
આ ઇન્ટરસેપ્ટર C-454 સીરિઝની બોટ કમાન્ડર તટરક્ષક પ્રદેશના પ્રસાશન અને પરીચાલન નિયંત્રણ હેઠળ ગુજરાતમાંથી સંચાલિત કરવામાં આવશે. અને હાલમાં ગુજરાતની સમુદ્રી સરહદોમાં દરિયાકાંઠની સુરક્ષા વધુ ચુસ્ત કરવા માટે ભારતીય તટરક્ષકદળ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોનો જ એક હિસ્સો છે. વધુમાં તેના દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદો પર થતી ઘૂસણખોરી, દાણાચોરી અને ગેરકાયદે માછીમારી જેવી પ્રવુંતીઓને રોકવામાં આવશે.