• લગ્નમાં 180 લોકો હાજર રહેતાની સાથે માસ્ક અને સોશિયલ ડીસટન્સના અભાવે મનપાએ રૂ,5000નો દંડ ફટકાર્યો
  • નાના વરાછા ખાતે લગ્ન સમારોહમાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી
  • તપાસમાં 180 લોકો હાજર મળ્યા અને માસ્ક અને સોશિયલ ડીસટન્સનો અભાવ જોવા મળ્યો
  • લગ્ન પ્રસંગના આયોજકોને રૂ,5000નો દંડ ફટકારવામાં આવ્યો

#SURAT - લગ્નમાં બીનબુલાયે મહેમાન SMC પહોંચતા આયોજકને રૂ. 5000નો ચાંલ્લો થયો

WatchGujarat  શહેરમાં ફરી એક વખત લગ્ન પ્રસંગમાં ૫ હજારનો દંડ ફટકારાયાની ઘટના સામે આવી છે. નાના વરાછા ખાતે લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૮૦ લોકો હાજર હતા તેમજ આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરતા ત્યાં માસ્ક અને શોશ્યલ ડીસટન્સનો અભાવ જોવા મળ્યો હતો. જેથી લગ્ન પ્રસંગના આયોજકોને ૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સુરતમાં કોરોનાનું સંક્મ્રણ વધ્યું છે જેને લઈને મનપા તંત્ર દોડતું થયું છે. બીજી તરફ ગાઈડ લાઈનનું પાલન ન કરતા લોકો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ લગ્ન સમારોહમાં પણ ગાઈડ લાઈનનું પાલન ન થતા દંડ ફટકારવાની કામગીરી મનપા દ્વારા કરવામાં આવી રહી છે. થોડા દિવસો અગાઉ લગ્ન પ્રસંગમાં ૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત લગ્ન પ્રસંગમાં દંડ ફટકારવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણ અટકાવવા માટે લગ્નમાં માત્ર 100લોકોની હાજરીની ગાઇડલાઇન નક્કી કરાઇ છે. પણ નાના વરાછામાં રામજી મંદિર જય ક્રિષ્ના વાટીકા ખાતે એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં 180 જેટલા લોકો ભેગા થયાં હતા. લગ્નમાં એકત્રિત થયેલા તમામે સોશિયલ ડિસ્ટન્સની ગાઈડ લાઈનનો ભંગ કર્યો હતો. જેની જાણ આરોગ્ય વિભાગની ટીમને થતા તાત્કાલિક વાટીકા ખાતે પહોંચી હતી. ત્યારે એકપણ વ્યક્તિએ માસ્ક પહેર્યું ન હોવાનું જોવા મળ્યું હતું. તેમજ ડિસ્ટન્સ પણ જાળવ્યું નહોતું. અને સેનેટાઇઝર પણ રાખવામાં આવ્યું ન હતું. જેથી લગ્ન પ્રસંગમાં કોવિડની ગાઈડ લાઈનનો અમલ ન કરી ભંગ કરવા બદલ આયોજકોને રૂ.5000નો દંડ ફટકારી વસુલ કરાયો હતો.

More #SMC #Marriage #Surat News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud