- આસિફ ટમેટાની ગેંગના ૧૪ સાગરીતો પૈકી ૫ જેલમાં, ૩ સાગરીતોને ઝડપી પાડ્યા, 5ની શોધખોળ ચાલુ
- આસિફ ટમેટાની ગેંગ સામે ગુનો નોંધાવવામાં આવ્યો
- પોલીસે વધુ ૩ સાગરીતોને ઝડપી પાડ્યા
- ગેંગમાં કુલ ૧૪ જેટલા સાગરીતો છે અને તેઓની સામે ૩૬ થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા
WatchGujarat ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ અમલમાં લવાયેલા ગુજસીટોક કાયદા હેઠળ દક્ષિણ ગુજરાતના સુરતમાં પ્રથમ ગુનો નોંધાયો છે. આસિફ ટમેટાની ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં પોલીસે વધુ ૩ સાગરીતોને ઝડપી પાડ્યા છે. આ ગેંગમાં કુલ ૧૪ જેટલા સાગરીતો છે. અને તેઓની સામે ૩૬ થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા છે. #Gujctoc
ગુજરાત સરકાર દ્વારા હાલમાં ગુંડાઓ પર અંકુશ લગાવવા ઘ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના સુરતમાં આ કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધવામાં આવ્યો છે. સુરતમાં આંતક મચાવી રહેલી આસિફ ટામેટા ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે આ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. અને માહિતી આપી હતી કે, આસિફ ટામેટા ગેંગનો મુખ્ય લીડર મુજ્જ્ફ્રરઅલી ઉર્ફે આસિફ ટામેટા જફરઅલી સૈયદ છે, અને તેની ટામેટા ગેંગમાં કુલ ૧૪ સભ્યો છે. આસિફ ટામેટા ગેંગ વિરુદ્ધ ખંડણી, ધાકધમકીઓ, મારામારી, અપરહણ સહિતના ૩૬ જેટલા ગંભીર ગુનાઓ સુરતના સચિન, સલાબતપુરા,ડીંડોલી, ડીસીબી, લીંબાયત,ઉમરા, ખટોદરા, પાંડેસરા સહિતના પોલીસ મથકમાં નોંધાયા છે.
તેમજ આ ગેંગના ૧૪ સાગરીતો પૈકી ૫ અગાઉ જેલમાં બંધ છે. અને હાલમાં ૩ સાગરીતોને ઝડપી પાડ્યા છે. તેમજ ૫ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દુર છે તેઓને પકડવાની કામગીરી ચાલી રહી છે. અને ટુક સમયમાં આ પાંચેય આરોપીને ઝડપી પાડવામાં આવશે. તેમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું.