લીંબાયત વિસ્તારની 18 વર્ષિય યુવતિ કોલેજમાં એડમિશન ફોર્મ ભરવા સવારે 11 વાગ્યે ઘરેથી નિકળી હતી.
કોલેજ દ્વારા ફી માફ કરાઈ હોવાનાં આનંદના સમાચાર આપવા પિતાએ બપોરે કોલ કર્યો પણ ફોન બંધ આવ્યો.
બપોરે 3 વાગ્યાથી સતત પિતા સહિતના પરિવારજનોએ ફોન કર્યો પણ ફોન સતત બંધ આવ્યો.
રાત સુધી યુવતિનો પત્તો નહીં લાગતાં પરિવારજનોએ પોલીસને જાણ કરી.
દુષ્કર્મ આચરી રાતના સમયે યુવતિને અર્ધબેભાન અવસ્થામાં પાર્લે પોઈન્ટ પાસે ફેંકી દેવામાં આવી.
પાર્લે પોઈન્ટ પાસે “HELP… HELP”નો અવાજ સાંભળી ચોંકેલા લોકોએ જોયું તો… નરાધમોની હવસનો શિકાર થયેલી 18 વર્ષિય યુવતિ મળી.
WatchGujarat Surat - કોલેજમાં અભ્યાસ કરવાના કોડ સાથે ફી ભરવા સવારે 11 વાગ્યે ઘરેથી નિકળેલી લીંબાયતની 18 વર્ષિય યુવતિ પર રહસ્યમય સંજોગોમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોલેજ દ્વારા યુવતિની ફી માફ કરવામાં આવી હોવાના ખુશીના સમાચાર આપવા તેણીના પિતાએ બપોરે ફોન કર્યો પણ ત્યારથી લઈ રાત સુધી ફોન સતત બંધ આવ્યો હતો. અને આખરે જ્યારે પિતાનો ફોન લાગ્યો ત્યારે ઉંમરા પોલીસ મથકના પી.આઈ.એ તેમને હૃદય હચમચાવી દે તેવી જાણકારી આપી હતી.
લીંબાયત વિસ્તારમાં રહેતી 18 વર્ષિય યુવતિની કોલેજમાં ફી ભરવાની આજે આખરી તારીખ હતી. સવારે 11 વાગ્યાના અરસામાં યુવતિ ફી ભરવા અને બુક્સ ખરીદવાના કામથી નિકળી હતી. બપોરના સમયમાં કોલેજ તરફથી યુવતિના પિતાને ફોન કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, કોલેજ તરફથી યુવતિની ફી માફ કરવામાં આવે છે. કોલેજ દ્વારા ફી માફ કરવામાં આવી હોવાના ખુશીના સમાચાર દિકરીને આપવા માટે પિતાએ ફોન કર્યો હતો. જોકે, એ વખતે તેણીનો ફોન બંધ આવ્યો હતો. કામ પતાવીને પિતા આશરે બપોરે 3 વાગ્યાના અરસામાં ઘરે આવ્યા હતાં. ત્યારે દિકરીને ઘરે નહીં જોતાં ફરી તેમણે ફોન કર્યો હતો પરંતુ, ફોન સતત બંધ આવતો હતો. #Surat
ફોન સતત બંધ આવતો હોવાથી પિતા સહિતના પરિવારજનોએ યુવતિની શોધખોળ હાથ ધરી હતી. જોકે, તેનો કોઈ પત્તો નહીં લાગતાં ચિંતાતુર પરિવારજનોએ લિંબાયત પોલીસ મથકમાં રાત્રે જાણવાજોગ અરજી આપી હતી. દિકરીની કોઈ ભાળ નહીં મળતી હોવાથી પિતા સહિતના પરિવારજનો સતત તેના ફોન પર કોલ કરતાં હતાં. ત્યાં રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ફોન લાગ્યો હતો. જેમાં સામે છેડે ઉંમરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર હતાં અને તેમણે જણાવ્યું કે, યુવતિ પાર્લે પોઈન્ટ પાસે અર્ધબેભાન અવસ્થામાં મળી છે. તેનો ફોન તોડી નાંખવામાં આવ્યો હોવાથી સીમ કાર્ડ બીજા ફોનમાં નાંખ્યું છે. #Surat
ડીસીપી વિધી ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, 18 વર્ષિય યુવતિ પાર્લે પોઈન્ટ ગોકુલધામ ઓપાર્ટમેન્ટ નજીકથી યુવતી અર્ધબેભાન અને ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી છે. જેથી પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી. અને યુવતિને સારવાર અર્થે 108માં હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. વધુમાં તેઓએ જણાવ્યું કે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન અને યુવતિની તબીબી તપાસમાં તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનુ સામે આવ્યુ છે. યુવતિ સાથે બનેલી ઘટના મામલે લીંબાયત પોલીસે ગંભીર નોંધ લેતા તાત્કાલીક ધોરણે હત્યાના પ્રયાસ અને દુષ્કર્મનો ગુનો નોંધી નરાધમોની શોધખોળ હાથ ધરી હતી. આરોપીઓને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સર્વેલન્સની મદદ લઇ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહીં છે.
શું કહે છે ઘટનાને જોનાર લોકો
સુરતના પાર્લે પોઈન્ટ ગોકુલધામ ઓપાર્ટમેન્ટના લોકોનું કહેવું છે કે, સાંજના સમયે એક જોરથી અવાજ આવ્યો હતો. જેથી ત્યાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને જોયું તો એક યુવતી ઈજાગ્રસ્ત હાલતમાં પડી છે. અને હેલ્પ હેલ્પ બોલી રહી છે. જેથી લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. તેમજ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. આ ઉપરાંત બનાવની જાણ પોલીસને કરી હતી. #Surat
યુવતીની હાલત ગંભીર
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, યુવતીના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. જેથી તાત્કાલિક 108 એમ્બુલન્સ બોલાવી તેને હોસ્પિટલ ખસેડી હતી. સિવિલ હોસ્પિટલના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઈજાગ્રસ્ત હાલતમાં મળેલી યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. યુવતીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેના માથાના ભાગે, હાથ અને પગના ભાગે ફેકચર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડ્યા : એફ.એસ.એલની મદદ લેવાય
ગોકુલધામ એપાર્ટમેન્ટના રહીશોએ બનાવની જાણ પોલીસને કરી હતી. અને આ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને યુવતી નીચે કેવી રીતે પટકાઈ, તે અહિયાં કોની સાથે અને કેવી રીતે આવી તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. યુવતી ગઈકાલે ઘરેથી કોલેજમાં ફોર્મ ભરવા માટે જવાનું કહીને નીકળી હતી. અને ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી છે.
More #Girl #Rape #Parle point #FSL #Police case #Surat News
કોલેજ દ્વારા ફી માફ કરાઈ હોવાનાં આનંદના સમાચાર આપવા પિતાએ બપોરે કોલ કર્યો પણ ફોન બંધ આવ્યો.
બપોરે 3 વાગ્યાથી સતત પિતા સહિતના પરિવારજનોએ ફોન કર્યો પણ ફોન સતત બંધ આવ્યો.
રાત સુધી યુવતિનો પત્તો નહીં લાગતાં પરિવારજનોએ પોલીસને જાણ કરી.
દુષ્કર્મ આચરી રાતના સમયે યુવતિને અર્ધબેભાન અવસ્થામાં પાર્લે પોઈન્ટ પાસે ફેંકી દેવામાં આવી.
પાર્લે પોઈન્ટ પાસે “HELP… HELP”નો અવાજ સાંભળી ચોંકેલા લોકોએ જોયું તો… નરાધમોની હવસનો શિકાર થયેલી 18 વર્ષિય યુવતિ મળી.
WatchGujaratSurat - કોલેજમાં અભ્યાસ કરવાના કોડ સાથે ફી ભરવા સવારે 11 વાગ્યે ઘરેથી નિકળેલી લીંબાયતની 18 વર્ષિય યુવતિ પર રહસ્યમય સંજોગોમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોલેજ દ્વારા યુવતિની ફી માફ કરવામાં આવી હોવાના ખુશીના સમાચાર આપવા તેણીના પિતાએ બપોરે ફોન કર્યો પણ ત્યારથી લઈ રાત સુધી ફોન સતત બંધ આવ્યો હતો. અને આખરે જ્યારે પિતાનો ફોન લાગ્યો ત્યારે ઉંમરા પોલીસ મથકના પી.આઈ.એ તેમને હૃદય હચમચાવી દે તેવી જાણકારી આપી હતી.