પોલીસે દુકાનમાં દરોડો પાડી કુલ 61.23 લાખની કિંમતની 2075 ઘડિયાળ કબજે કરી
ગત ફેબ્રુઆરી મહિનામાં CID ક્રાઈમની ટીમે પણ આ જ દુકાનમાં છાપો મારી 3.31 કરોડની ડુપ્લીકેટ ઘડિયાળો સાથે બે ભાઈઓની ધરપકડ કરી હતી
દુકાનના માલિક ઈરફાન મેમણની ધરપકડ કરવામાં આવી
પોલીસને દુકાનમાંથી બ્રાન્ડ હયુબ્લોટ, ટીશોટ, ટેગ હ્નાઅર, રાડો, ઓમેગા, અરમાની, કાર્ટિયર, કંપનીની ડુપ્લીકેટ રીસ્ટ વોચ મળી આવી
WatchGujarat બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળના નામે ડુપ્લીકેટ ઘડિયાળ વેચતા એક ઇસમની સુરતની મહિધરપુરા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે દુકાનમાં દરોડો પાડી કુલ 61.23 લાખની કિંમતની 2075 ઘડિયાળ કબજે કરી છે. મહત્વની વાત એ છે કે આ જ દુકાનમાં ફેબ્રુઆરી મહિનામાં સીઆઈડી ક્રાઈમની ટીમે પણ છાપો મારી રૂપિયા 3.31 કરોડની ડુપ્લીકેટ ઘડિયાળના જથ્થા સાથે બે ભાઈઓની ધરપકડ કરી હતી. #Rado #Rolex
સુરતમાં મહિધરપુરા પોલીસને બાતમી મળી હતી કે, ભાગળ બુંદેલાવાડ વિસ્તારમાં આવેલી સના ટાઇમ નામની દુકાનમાં બ્રાન્ડેડ ઘડિયાળના નામે ડુપ્લીકેટ ઘડિયાળનું વેચાણ થઇ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે દુકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે દુકાનમાં તપાસ કરતા બ્રાન્ડ હયુબ્લોટ, ટીશોટ, ટેગ હ્નાઅર, રાડો, ઓમેગા, અરમાની, કાર્ટિયર, કંપનીની ડુપ્લીકેટ રીસ્ટ વોચનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દુકાનમાં દરોડો પાડી કુલ 61.23 લાખની કિંમતની 2075 ઘડિયાળ કબજે કરી છે. અને કઠોરગામમાં રહેતા દુકાન માલિક ઇરફાનભાઇ નુરમહંમદ મેમણની ધરપડક કરી છે. #Rado #Rolex
મહત્વની વાત એ છે કે ગત 18 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સ્થિત સીઆઇડી ક્રાઇમને મળેલી ફરિયાદના આધારે આ જ દુકાનમાં રેડ કરી ત્યાંથી તેમજ તેમના ભાજીવાળી પોળમાં આવેલા ગોડાઉનમાંથી 3.31 કરોડની કિંમતની જાણીતી બ્રાન્ડની ડુપ્લીકેટ ઘડિયાળ 11031 નંગ કબજે કરી હતી. સીઆઇડી ક્રાઇમે તે સમયે ઇરફાન ઉપરાંત તેના ભાઇ ઇમ્તિયાઝની પણ ધરપકડ કરી હતી.
More #Duplicate #Branded #Rado # Rolex #watches #Seize by #police # Surat News