બે વર્ષથી કિશોરી એક જ વાન સ્કૂલ જતી હતી.
સ્કૂલ વાનનો ચાલક પરણીત હોવા છતાં કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
સ્કૂલ વાન ચાલકની પત્ની અને અન્ય મહિલાએ કિશોરીનુ અપહરણ પણ કર્યુ હોવાનો પોલીસ ફરીયાદમાં આક્ષેપ
પુણા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સુરત. સ્કૂલમાં જતા બાળકોને મોટા ભાગે માતા-પિતા વાનમાં મોકલતા હોય છે. ત્યારે બાળકો આ સ્કૂલવાનમાં કેટલ અસુરક્ષીત છે. તેનુ ઉદાહરણ આપતો કિસ્સો સુરત શહેરમાં બન્યો હતો. માતા-પિતા કોઇ કારણોસર સ્કૂલમાં લેવા મુકવા ન જઇ શકતા વાન ચાલકના ભરોસે પોતાના બાળકોને મોકલતા હોય છે. ત્યારે હેવાન બનતા કેટલાક વાન ચાલકો કિશોરીઓને પોતાની હવસનો શિકાર બનાવતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યાં છે. તેવામાં બાળકોને વાન ચાલકના ભરોસે સ્કૂલમાં મોકલતા માતા-પિતા માટે લાલ બત્તી સમાન એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
શહેરના પુણાગામ ભૈયા નગરમાં રહેતો જગદિશ અગ્રવાલ સ્કૂલ વાન ચલાવવાનો વ્યવસાય કરે છે. વર્ષ 2018થી 15 વર્ષીય વિદ્યાર્થીની જગદિશની સ્કૂલવાનમાં આવતી હતી. કિશોરી પર જગદિશની દાનત બગળતા તેણે પ્રેમમાં ફસાવવાનુ શરૂ કર્યું હતુ. જેમાં કિશોરી સાથે પ્રેમભરી વાતો કરી લગ્ન કરવાનો વિશ્વાસ અપાવી ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે જગદિશ પરણીત હોવા છતાં કિશોરીને પોતાની જાળમાં ફસાવી દુષ્કર્મ આચરતો રહ્યો હતો.
એટલું જ નહી સ્કુલવાન ચાલકની પત્ની રવિના અને એક અજાણી મહિલાએ તેના ઘરે જઈ કિશોરીને એપાર્મેન્ટની નીચે બોલાવી જબરદસ્તી ગાડીમાં બેસાડી અપરહણ કરી ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ કિશોરીની બહેને પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પુણા પોલીસે સ્કુલવાન ચાલક જગદિશ અગ્રવાલ, તેની પત્ની રવિના અને એક અજાણી મહિલા સામે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરુ કરી છે