• તંત્ર દ્વારા ભીડભાડવાળા ૪૪ પાનના ગલ્લા બંધ કરાવી ૧૯,૮૫૦ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો
  • તમામ ઝોનમાંથી 44 પાનના ગલ્લાઓ દ્વારા SOP ના પાલનમાં બેદરકારી દાખવાતાં બંધ કરી દેવાયા
  • સૌથી વધુ દંડ વરાછા ઝોન બીમાં ૧૦૧ લોકો પાસેથી વસુલવામાં આવ્યો

#SURAT - SMC એ માસ્ક ન પહેરનારા ૪૧૫ લોકો પાસેથી ૪.૧૫ લાખનો દંડ વસુલ્યો, ૪૪ પાનના ગલ્લા બંધ કર્યા

WatchGujarat   SMC એ માસ્ક ન પહેરનારા ૪૧૫ લોકો પાસેથી ૪.૧૫ લાખનો દંડ વસુલ્યો હતો. તેમજ તંત્ર દ્વારા ભીડભાડવાળા ૪૪ પાનના ગલ્લા બંધ કરાવી ૧૯,૮૫૦ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ દંડ વરાછા ઝોન બીમાં ૧૦૧ લોકો પાસેથી વસુલવામાં આવ્યો હતો.

દિવાળી બાદ એક તરફ શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થયો હતો. અને શહેરમાં કોરોનાનો કહેર ફરી એકવાર શક્રિય થયો છે. ત્યારે સુપરસ્પ્રેડર્સ અંગે ટેસ્ટિંગ હાથ ધરાયા છે. પાનના ગલ્લાવાળા-દુકાનવાળા પણ સુપરસ્પ્રેડરની વ્યાખ્યામાં આવતાં હોય તેમના ટેસ્ટિંગ પણ જરૂરી છે. સૌથી વધુ ભીડ પણ ત્યાં ભેગી થઈ હોવાથી કોરોનાનું સંક્રમણ વધે તેવી સ્થિતિ સર્જાતા કેસમાં વધારો થાય છે. પાલિકાએ તમામ ઝોનમાંથી 44 પાનના ગલ્લાઓ દ્વારા SOP ના પાલનમાં બેદરકારી દાખવાતાં બંધ કરી દેવાયા છે. જ્યારે માસ્ક વગરના 415 લોકોને પકડી પાડી 4.15 લાખ વસૂલાત કરાઈ છે. #SMC

પાલિકાએ પાનના ગલ્લાથી લઈ ખાણી-પીણીના સ્ટોલ, રેસ્ટોરંટો, ચા લારી-દુકાનો પર ખાસ તપાસ હાથ ધરી હતી. આવા સ્થાનો પર વધુ ભીડ થઈ રહી છે અને ગાઈડલાઈનનું પાલન થતું નથી. ત્યારે તમામ ઝોનમાંથી 44 ગલ્લાઓ બંધ કરી રૂ,19,850 દંડ વસુલ કરવામાં આવ્યો છે. માસ્ક વગરના સૌથી વધુ વરાછા ઝોન-બીમાંથી 101 લોકો પકડાયા છે. તેમની પાસેથી રૂ, 1,01 લાખ દંડ વસૂલાયા છે. આમ, કુલ 415 લોકો પાસેથી રૂ,4.15 લાખ દંડની વસૂલાત થઈ છે.

More #SMC #4.15 Lac fine #collected #Surat News
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud