• તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં માસુમ ૨૨ બાળકોના કરુણ મોત નીપજ્યા હતા
  • ઘટનામાં હજુ પણ મોટા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી નથી
  • અગ્નિકાંડ મામલે વાલીઓએ એસીબીમાં પણ આ મામલે ફરિયાદ
  • અધિકારીઓની બેનામી સંપતીની તપાસ કરવામાં આવે તેવી માંગ

#SURAT - તક્ષશિલા અગ્નિકાંડ : મોટા જવાબદારો સામે કાર્યવાહી કરવા વાલીઓએ કરી પોલીસ કમિશ્નરને રજુઆત

WatchGujarat   શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને લઈને વાલીઓએ ફરી એક વખત સુરત પોલીસ કમિશ્નર કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. વાલીઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં હજુ પણ મોટા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી નથી. તેઓની સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ વાલીઓએ એસીબીમાં પણ આ મામલે ફરિયાદ કરી છે. આ ઉપરાંત અધિકારીઓની બેનામી સંપતીની તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.

#SURAT - તક્ષશિલા અગ્નિકાંડ : મોટા જવાબદારો સામે કાર્યવાહી કરવા વાલીઓએ કરી પોલીસ કમિશ્નરને રજુઆત

શહેરના લોકોને ક્યારેય ન ભુલાઈ તેવી તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં માસુમ ૨૨ બાળકોના કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટનાને અંદાજીત દોઢ વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે. આ ઘટના બાદ ૧૪ જેટલા આરોપીની ધરપકડ કરાઈ હતી. પરંતુ ન્યાય માટે હજુ પણ વાલીઓ ધક્કા ખાઈ રહ્યા છે. વાલીઓએ આજે ફરી એક વખત સુરત પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. વાલીઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં માત્ર નાના અધિકારીઓ સામે જ કાર્યવાહી કરવામાં આવી છે. જયારે મોટા અધિકારીઓને છાવરવામાં આવ્યા છે.

તક્ષશિલા અગ્નિકાંડ મામલે એસીબીમાં પણ ફરિયાદ કરાઈ છે. અને તમામ અધિકારીઓની બેનામી સંપતીની તપાસ કરવાની માંગ પણ કરાઈ છે. વાલીઓએ આજે આ ઘટનામાં જૂનીયર ઈજનેર જે.બી. જાદવ, બી.એસ.કરમુર, કાર્યપાલક ઈજનેર એ.જી.પટેલ, અધીક્ષક ઈજનેર જીબી પટેલ, તે સમયના મનપા કમિશ્રનર એમ થેન્નારસન, ડેપ્યુટી કમિશ્નર કેતન એસ પટેલ, ચીફ ફાયર ઓફિસર બંસલ પરીખ અને તક્ષશિલા આર્કેડની આગ લાગી હતી. તે ડોમ ની આકરણી કરનાર બાકી રહેતા અધિકારી એટલે કે જે તે સમયના સર્વેયર અશોક ગાંધી, આકરણી અને વસુલાત અધિકારી બી.એલ.પટેલ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

More #તક્ષશિલા #અગ્નિકાંડ #Parents #Police Commissioner #Surat News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud