• 1 નવેમ્બરથી કિલો પેટે રૂપિયા 675 આપવાનો નિર્ણય
  • શિયાળામાં દૂધની આવક વધતા કિલો ફેટના ભાવમાં વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો

સુરત. સુમુલ ડેરીની બેઠકમાં દૂધના કિલો ફેટ ભાવના રૂપિયા 20 ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિયાળાની સિઝનમાં દૂધની આવક થતી હોવાથી ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ વર્ષે ઉનાળામાં દૂધની આવક ઓછી હોવાના કારણે વધુ ભાવ આપવામાં આવે છે.

સુરત સુમુલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં મતદાન થયા બાદ હાઇકોર્ટના આદેશથી મતપેટી રાખવામાં આવી છે. કાનૂની લડત ચાલુ હોય પ્રમુખ અને ઉપપ્રમુખ વિના ચાલતી વહીવટી કામગીરીમાં ગુરુવારે ચૂંટાયેલા ડિરેક્ટરોની અનોપચારિક મીટીંગ સુમુલ ડેરી ખાતે બોર્ડરૂમમાં મળી હતી. મીટિંગમાં અધ્યક્ષ તરીકે માનસી પટેલના નામની દરખાસ્ત રાજુ પાઠકે કરી હતી.

આ મિટિંગમાં પશુપાલકોને દૂધમાં 1 કિલો મીટર રૂપિયા 30 થી 35 નો ઘટાડો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી જોકે ડિરેક્ટરોની ચર્ચાના અંતે રૂપિયા ૨૦નો ઘટાડો કરવામાં આવ્યો છે. 1 નવેમ્બરથી કિલો પેટે રૂપિયા 675 આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દૂધની આવક ઓછી હોવાના કારણે ભાવમાં વધારો થાય છે. શિયાળામાં દૂધની આવક વધતા કિલો ફેટ નો ભાવ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud