ભોજબાજે ATMને ડુપ્લીકેટ ચાવીથી ખોલી તેમાં લાગેલી નેટવર્કની સિસ્ટમને રીસેટ કરી પૈસા કાઢ્યા
ATM માં લાગેલા કેમેરામાં એક શખ્સ માસ્ક પહેરીને આવતો દેખાયો
ભોજબાજે ATM મશીનના સ્વીચ ઓન-ઓફ ડોર ખોલી સમગ્ર સિસ્ટમના નેટવર્કના ડેટાબેઝ તથા અન્ય પ્રોગ્રામને નુકશાન પહોંચાડી માહિતી ક્લોન કરી
ATM ક્લોન કર્યાબાદ ભોજબાજે તેમાંથી રોકડ ઉપાડી
WatchGujarat શહેરના મજૂરાગેટ અને નાનપુરા ખાતે આવેલી કેનેરા બેંકના 3 ATM માંથી કોઈ ભેજાબાજે એટીએમનો ઉપરનો ભાગ ડુપ્લીકેટ ચાવીથી ખોલી તેમાં લાગેલી નેટવર્કની સિસ્ટમ રીસેટ કરી દોઢ મહિનામાં 61 ટ્રાન્જેકશનોથી 7.45 લાખની રકમ ઉપાડી લીધી છે. ATM માં લાગેલા કેમેરામાં એક શખ્સ માસ્ક પહેરીને આવતો દેખાયો છે. હાલ આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે
સુરતમાં ભોજબાજે કેનેરા બેંકના મજુરા ગેટ સ્થિત ATM સેન્ટર અને નાનપુરાના ATM સેન્ટર અને હજીરા રોડના ઇચ્છાપોર બસ સ્ટેન્ડ નં. 3 ખાતેના ATM સેન્ટરને નિશાન બનાવ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં ભેજાબાજે રોક્ડ ઉપાડવાના બહાને ઉપરોક્ત ત્રણેય ATM સેન્ટરમાં માસ્ક પહેરીને પ્રવેશ કર્યો હતો. જે રીતે અન્ય ખાતેદાર રોકડ માટે કાર્ડ એન્ટર કરે છે. તેવી જ રીતે ભેજાબાજે પણ કાર્ડ રીડર મશીનમાં ATM કાર્ડ એન્ટર કર્યો હતો. ત્યાર બાદ તેણે પોતાની તરકીબ અજમાવતા ATM મશીનના સ્વીચ ઓન-ઓફ ડોર ખોલી સમગ્ર સિસ્ટમના નેટવર્કના ડેટાબેઝ તથા અન્ય પ્રોગ્રામને નુકશાન પહોંચાડી માહિતી ક્લોન કરી નાંખી હતી.
ATM ક્લોન કર્યાબાદ ભોજબાજે તેમાંથી રોકડ ઉપાડી હતી. જે અંતર્ગત ભેજાબાજે મજૂરાગેટની કેનેરા બેંકના ATMમાંથી તા. 1 સપ્ટેમ્બર 2020 થી 15 ઓક્ટોબર 2020 સુધીમાં 10,000ના 58 અને 8500ના 3 ટ્રાન્જેકશનો મળી 6.05 લાખની રકમ ઉપાડી હતી. તેવી જ રીતે નાનપુરા ખાતે કેનેરા બેંકના ATM માંથી પણ તા. 14 અને 15 સપ્ટેમ્બર 2020 એમ બે દિવસમાં 10,000ના 14 ટ્રાન્જેકશનો મળી 1.40 લાખની રકમ ઉપાડી હતી. અને ઇચ્છાપોર બસ સ્ટેન્ડ નં. 3 ના ATM માંથી રૂા. 4.05 લાખની મત્તા ઉપાડી લીધી હતી.
સામન્ય લોકોની જેમ ATM માં પ્રવેશ કરી કરતબ અજમાવી
બેંકોના ATM માં એક શખ્સ માસ્ક પહેરીને આવે છે. શરૂઆતમાં પહેલા ATM માં કાર્ડ નાખી તમામ પ્રોસેસ કરી જ્યારે પૈસા ટ્રેમાંથી બહાર આવે કે તરત તે ATM નો પાવર સપ્લાય બંધ કરી ઉપરનો ભાગ ખોલી નાખી તેમાંથી મધરબોર્ડને રીસેટ કરી નાખે છે. આવી રીતે ટોળકીએ 75 ટ્રાન્જેક્શન કરી ૧૧ લાખથી વધુની રોકડ ઉપાડી લીધી હતી. આ બાબતની જાણ મુંબઇ સ્થિત બેંકના ડેટા સેન્ટર થકી બેંગ્લોરની હેડ ઓફિસમાં ડેઇલી રેટીંગમાં જાણવા મળી હતી. જેના આધારે ગત રોજ બેંકના મેનેજર દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન અને ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી.
More #Canara Bank #ATM #Duplicate Key #Stealing Money #Surat News