- યુવકે માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે અટકાયત કરી તપાસ કરતા સ્કૂટીની ડીકીમાંથી વિદેશી દારૂની બોટલ મળી
- યુવક મૂળ ઉત્તરપ્રદેશના મછેરેલા ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું
- ફતેગંજ પોલીસે યુવક વિરૂદ્ધ જાહેરનામા ભંગ તેમજ પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
WatchGujarat કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્ર્મણને અટકાવવા બહાર પાડેલ ગાઈડલાઈનું અમલ કરવાની અને કરાવવાની જવાબદારી પોલીસ અને તંત્રને થાળે સોંપવામાં આવેલ હોય છે. ત્યારે ફતેગંજ પોલીસે મોઢા પર માસ્ક પહેર્યા વગર પસાર થતાં સ્કૂટી ચાલકને રોકી અટકાવી ઝડતી લેતા સ્કુટીની ડીકીમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. ફતેગંજ પોલીસે યુવક વિરુદ્ધ જાહેરનામા ભંગ તેમજ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કોરોનાના વધતા જતા સંક્ર્મણને પગલે સરકાર દ્વારા માસ્ક પહેરવાથી લઇ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની ગાઈડ લાઈન બહાર પાડવામાં આવેલ છે. અને તે ગાઇડ લાઇનનું રાજ્યના તમામ લોકો અમલ કરે તેની દેખરેખ તંત્ર અને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના ફતેગંજ પોલીસ મથકના પોલીસ જવાનો કોરોના મહામારીના પગલે પીસીઆર વાનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન પંડિત દિન દયાલ શાળાની સામેના ધરમસિંહ દેસાઈ રોડ ઉપર એક સ્કુટી ચાલક વ્યક્તિ મોઢા પર માસ્ક પહેર્યા વગર પસાર થઈ રહ્યો હતો.
ફતેગંજ પોલીસે તે સ્કૂટી ચાલકને રોકી ઝડતી લેતા સ્કુટીની ડેકીની તપાસ કરતા તેમાંથી એક ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં સ્કૂટી ચાલકે પોતાનું નામ મહેશસિંગ જયપાલસિંગ ભદોરીયા (રહે, પ્રધાનમંત્રી આવાસ યોજના, સમા) જણાવ્યું હતું. તેમજ મહેશસીંગ ભદોરિયા મૂળ ઉત્તરપ્રદેશના મછેરેલા ગામનો રહેવાસી હોવાનું પણ કબલ્યું હતું. પોલીસે મહેશસિંગની ધરપકડ કરી રૂ, દારૂનો બોટલ અને મોપેડ મળી કુલ રૂ,15450ની મતાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે મહેશસિંગ જયપાલસિંગ ભદોરીયાની વિરુદ્ધ જાહેરનામા ભંગ તેમજ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.