શુક્રવારે રાજસ્થાન પોલીસે ઇન્કમવોલ્સના સંચાલક આદેશ દેવકુમારની ઘરપકડ કરી હતી.
મહાઠગબાજ આદેશ સામે અઢી કરોડની છેતરપીંડી મામલે રાજસ્થાનના આનંદપુરી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાઇ હતી.
રાજસ્થાન પોલીસ મોબાઇલ લોકેશનના આધારે આદેશ સુધી પહોંચી અને વડોદરા પોલીસે મહેનત પર પાણી ફેરવી કાઢ્યું.
મહાઠગબાજ આદેશને ભગાડવામાં કોણે ભૂમિકા ભજવી તેની તપાસ ACP કક્ષાના અધિકારીને સોંપાઇ
વડોદરા. શહેરના અક્ષર ચોક અને દિવાળીપુરા સ્થિત લીલેરીયાની પ્રોપર્ટી વેચણા અને ભાડા આપવામાં મહાઠગબાજ આદેશે ઓફીસ શરૂ કરી હતી. જોકે તેની સામે રાજસ્થાન ખાતે નોંધાયેલી છેતરપીંડીના ગુનામાં રાજસ્થાન પોલીસે આદેશની તેની પત્નીની હાજરીમાં ધરપકડ કરી હતી. જોકે જે.પી પોલીસને ખાતે તેને લઇ જવાયા બાદ સવારે હાજર થવાનો પોલીસને વિશ્વાસ અપાવી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર પ્રકરણ શહેર પોલીસના ઉચ્ચઅધિકારીઓના ધ્યાને આવતા તપાસ એસીપી કક્ષના અધિકારીને સોંપી ટુંક સમયમાં રિપોર્ટ સબમીટ કરવા સૂચના આપી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
શહેરના જૂના પાદરા રોડ અક્ષર ચોક નજીક સિગ્નેટ અને દિવાળીપુરા સ્થિત એલ.ઇ સીટી સેન્ટરમાં ઓફીસ રાખી મિલ્કતો ભાડે અને વેચાણ કરવાનો વ્યવસાય કરે છે. આદેશ દેવકુમાર ગુનાહિત ઇતિહાસ ઘરાવે છે. ગત વર્ષ 2019માં અમદાવાદના હોટલ માલિકે તેની સામે છેતરપીંડી અને ધમકી આપ્યાની ફરીયાદ જે.પી રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. આ મામલે SOGએ આદેશ અને તેની પત્નીની ધરપકડ કરી હતી.
ત્યારબાદ આદેશ દેવકુમાર સામે રાજસ્થાનના બાંસવાડા પોલીસ સ્ટેશન ખાતે મિલ્કત બાબતે ફરીયાદ નોંધાઇ હતી. જેથી રાજસ્થાન પોલીસ તેની શોધમાં ગત શુક્રવારના રોજ વડોદરા આવી પહોંચી હતી. જ્યાં તપાસ દરમિયાન રાજસ્થાન પોલીસે આદેશને તેની ઓફીસેથી ઝડપી પાડી રવાના થઇ હતી. જોકે કાયદાકીય કાર્યવાહી કરવાનો હોવાથી રાજસ્થાન પોલીસે આદેશને લઇને જે.પી રોડ પોલીસ સ્ટેશને પહોંચી હતી. જ્યાં આદેશે રાત્રીના સમયે પોતાની ધરપકડ ન થાય તે માટે પોલીસને વિશ્વાસ અપાવ્યો કે હું સવારે હાજર થઇ જઇશ અને ઘરે નહી પણ હોટલમાં રોકાઇશ. આદેશની વાતમાં આવી ગયેલી રાજસ્થાન પોલીસે તેને મંજૂરી આપી હતી. પરંતુ આદેશ સવારે હાજર ન થતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
રાજસ્થાન પોલીસે જેની ધરપકડ કરી તેવો મહાઠગ આદેશ દેવકુમાર ફરાર થઇ વડોદરા પોલીસની આબરૂના ધજાગ્રા ઉડી ગયા છે. તેવામાં સમગ્ર મામલો શહેર પોલીસના ઉચ્ચઅધિકારીઓના ધ્યાને આવતા સમગ્ર મામલાની તપાસ ACP ડી ડીવીઝન એ.વી રાજગોરને સોંપવામાં આવી છે. અને આગામી ત્રણ દિવસમાં સમગ્ર પ્રકરણનો રિપોર્ટ પણ રજૂ કરવા સૂચના અપાઇ હોવાનુ જાણવા મળી રહ્યું છે.
- શુક્રવારે રાજસ્થાન પોલીસે ઇન્કમવોલ્સના સંચાલક આદેશ દેવકુમારની ઘરપકડ કરી હતી.
- મહાઠગબાજ આદેશ સામે અઢી કરોડની છેતરપીંડી મામલે રાજસ્થાનના આનંદપુરી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાઇ હતી.
- રાજસ્થાન પોલીસ મોબાઇલ લોકેશનના આધારે આદેશ સુધી પહોંચી અને વડોદરા પોલીસે મહેનત પર પાણી ફેરવી કાઢ્યું.
- મહાઠગબાજ આદેશને ભગાડવામાં કોણે ભૂમિકા ભજવી તેની તપાસ ACP કક્ષાના અધિકારીને સોંપાઇ