• ઠગબાજ આદેશકુમાર અક્ષર ચોક અને દિવાળીપુરા સ્થિત એલ.ઇ સિટી સેન્ટરમાં ઓફીસ ધરાવે છે.
  • રાજસ્થાન ખાતે જમીન મામલે તેની સામે ફરીયાદ નોંધાઇ હતી.
  • રાજસ્થાન પોલીસે શુક્રવારે દિવાળીપુરા સ્થિત ઓફીસથી આદેશ કુમારની ધરપકડ કરી હતી.
  • રાજસ્થાન પોલીસે પશ્ચિમ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં આદેશ કુમારને સોંપ્યો હતો.
  • સવારે પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો વિશ્વાસ અપાવી આદેશ દેવકુમાર ફરાર થઇ ગયો અને ત્યારબાદ તેની પત્ની પણ ભૂગર્ભમાં ઉતરી ગઇ

વડોદરા. શહેરના જૂના પાદરા રોડ અને દિવાળીપુરા સ્થિત ઓફીસ રાખી પ્રોપર્ટી ભાડે અને વેચાણ કરવાનો વ્યવસાય કરવા મહાઠગ આદેશ દેવકુમારની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. જોકે આ અંગે પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનને જાણ થતા રાજસ્થાન પોલીસને અધ્ધ વચ્ચેથી પાછી બોલાવી હતી. જ્યાં પોલીસને આદેશે સવારે હાજર થવાનો વિશ્વાસ અપાવી ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસ દ્વારા આ બાબતે ચુપ્પી સાધી ભીનુ સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે.

મુળ રાજસ્થાનનો રહેવાસી આદેશ દેવકુમાર સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. થોડા સમય પહેલા વડોદરા એસઓજીએ આદેશ અને તેની પત્નીની છેતરપીંડી અને વિશ્વાસઘાત સહીત ધમકી આપવાના ગુનામાં ધરપકડ કરી હતી. જોકે આ ગુનામાંથી બહાર આવ્યાં બાદ આદેશ અને તેની પત્ની થોડા સમય સુધી ભુગર્ભમાં ઉતરી ગયા હતા. પરંતુ ટુંક સમય પહેલા આદેશ અને તેની પત્નીએ દિવાળીપુરા સ્થિત એલ.ઇ સીટી સેન્ટર ખાતે એક ઓફીસ શરૂ કરી પ્રોપર્ટી ભાડે અને લે વેચનો ફરી એક વખત ધંધો શરૂ કર્યો હતો.

દરમિયાન રાજસ્થાન સ્થિત જમીન કૌભાંડમાં આદેશની સંડોવાણી બહાર આવતા તેની સામે ગુનો નોંધાયો હતો. જેથી રાજસ્થાન પોલીસ શુક્રવારે વડોદરા આવી પહોંચી હતી. જ્યાં દિવાળીપુરા સ્થિત એલ.ઇ સીટી સેન્ટર સ્થિત તેની ઓફીસે પહોંચી પત્નીની હાજરીમાં રાજસ્થાન પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ રાજસ્થાન પોલીસ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવા માટે આદેશને પશ્ચિમ વિસ્તરના પોલીસ ખાતે લઇ ગઇ હતી. જ્યાં રાજસ્થાન પોલીસ અને પશ્ચિમ વિસ્તારના પોલીસ અધિકારીઓને આદેશે સવારે હાજર થવાનો વિશ્વાસ અપાવ્યો હતો. જેથી રાત્રે પોલીસે તેને જવા દીધો અને સવારે પોલીસ સ્ટેશનમાં હાજર ન થતા રાજસ્થાન પોલીસે તેની શોધકોળ શરૂ કરી હતી. પરંતુ આદેશ અને તેની પત્ની બન્ને ફરાર થઇ ગયા હોવાથી પોલીસના હાથે લાગ્યા ન હતા.

આમ રાજસ્થાન પોલીસે ઇન્કમવોલ્સના મહાઠગ આદેશ દેવકુમારની ધરપકડ કરી અને પશ્ચિમ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં સવારે હાજર થવાની વાત કરી આદેશ ફરાર થઇ ગયો હતો. જોકે આદેશ ફરાર થઇ ગયા બાદ તેની પત્ની પણ ભૂગર્ભમાં ઉતરી ગઇ હોવાનુ જાણવા મળી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud