વડોદરા સ્થિત જામ્બુવા હાઉસીંગ બોર્ડ પાસેનો કિસ્સો
વહેલી સવારે વોકિંગમાં નિકળેલા મહંમદમીયા યુસુફમીયા શેખને રસ્તાની બાજુમાં શાલમાં લપેટેલી માસૂમ બાળકી મળી
બાળકીના શરીર ઉપર કીડીઓ ફરી વળતા તે કણસતી હતી
મકરપુરા પોલીસે બાળકીનો કબજો મેળવી સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી
[caption id="attachment_6745" align="aligncenter" width="1280"] (મહંમદમીયા યુસુફમીયા શેખ)[/caption]
ચિંતન શ્રીપાલી, વડોદરા. પરિવારમાં પારણુ બંધાય તેવી ઇચ્છા દરેક માતા-પિતાને હોય છે. પરંતુ કેટલાય એવા પણ હોય છે જેમણે તેની કદર હોતી નથી. અનેક વખત એવા સંજોગ અને પરિસ્થિતિ થાય છે કે આડા સબંધોના કારણે ગર્ભ રહીં જતા બાળકનો જન્મ થતાની સાથે જ તેને તરછોડી દેવાય છે. આ પ્રકારના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યાં અને જોયા પણ હશે. તેવામાં શહેરના છેવાડે આવેલા જામ્બુવા વિસ્તારમાં આજ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ચારથી પાંચ દિવસની માસૂમ બાળકી જેણે હજી તો માંડ તેની માતાની આંગળી પકડવાની શરૂઆત કરી હતી, ત્યાં તો તેને તરછોડી દેવામાં આવી.
શહેરના છેવાડે આવેલા જામ્બવા વિસ્તારના હાઉસીંગના મકાનો આવેલા છે. જ્યાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં રિક્ષા ચાલક મોહંમદમીયા યુસુફમીયા શેખ નમાઝ પઢીને ચાલવા માટે નિકળ્યાં હતા. ત્યારે અચાનક રસ્તા પરના ખેતરના કિનારેથી રડવાનો અવાજ આવતો હતો. જોકે પહેલી વખત તો ખેતરના કિનારે નજર કરતા કશુ જોવા મળ્યુ ન હતુ. ત્યારબાદ ફરી વખત નાના બાળકનો રડવાનો અવાજ આવતા શાલમાં લપેટેલુ બાળક નજરે પડ્યું હતુ.
બાળકને જોઇ મેં તુરંત તેને હાથમાં ઉઠાવી લીધુ અને શાલ હટાવીને જોતા તેના શરીર ઉપર કીડીઓ ફરી વળી હોવાથી તે કણસી રહ્યું હતુ. જેથી તાત્કાલીક રૂ વડે બાળકના શરીર પરથી કીડીઓ સાફ કરી આસપાસમાં રહેતી મહિલાઓને જાણ કરતા તેઓ આવી પહોંચ્યાં હતા. બાળકીના શરીર ઉપર હોસ્પિટલના કપડા અને ડાયપર તેમજ હાથ-પગમાં મોજા પહેરાવેલા હતા. જોકે બાળકીના શરીર ઉપર કીડીઓ ફરી વળતા તે સતત કણસી રહીં હતી. દરમિયાન આ બાબતે પોલીસને જાણ કરતા મકરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સાથે 108ને પણ જાણ કરતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યાં હતા. જ્યાં બાળકીની તપાસ કરતા તે સ્વસ્થ હોવાનુ અને 4થી 5 દિવસની હોવાનુ 108ના તબીબોએ જણાવ્યું હતુ. જોકે પોલીસે બાળકીનો કબજો મેળવી તેની સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ જવાઇ હોવાનુ જાણવા મળી રહ્યું છે. ઉપરોક્ત સમગ્ર ઘટના મહંમદમીયા યુસુફમીયા શેખએ watch Gujarat સાથેની ટેલિફોનીક વાતચિતમાં જણાવી હતી.
મહંમદમીયા યુસુફમીયા શેખે એમ પણ જણાવ્યું કે, હું રિક્ષા ચલાવીને પરિવારનુ ગુજરાન ચલાવુ છું બાળકીની દેખરેખ કરવા માટે હું તૈયાર છું, અને બાળકીને આ રીતે તરછોડી દેનાર વ્યક્તિઓ પકડાય તો તેમને સખ્તથી સખ્ત સજા અપાવવા માટે હું કોર્ટમાં જૂબાની આપવા માટે પણ તૈયાર છું.