અજાણી મહિલાએ બાળકીનું અપહરણ કરવા એક દિવસ અગાઉ રેકી કરી
મહિલાએ હું તમને અનાજ કપડા વગેરે લાવી આપું. તું આ બાળકીને લઇ સાથે આવ તેમ જણાવ્યું
મેડીકલ સ્ટોરમાં માતાને બાળકી માટે જોન્સન બેબી પાવડર અને સાબુ લેવા મોકલી મહિલાએ રીક્ષા ભગાવડાવી
રીક્ષાની પાછળ માતાએ દોટ મૂકતા આજુબાજુના લોકો મદદે દોડી આવ્યા
પસાર થતા એક્ટિવા ચાલકની મદદ લઇ માતાએ રીક્ષાને રોકી દીકરીનું અપહરણ થતું અટકાવ્યું
WatchGujarat કલાદર્શન વિસ્તારમાં રીક્ષામાં સાથે આવી અજાણી મહિલાએ નવજાત બાળકીની રેકી કરી હતી. બીજા દિવસે માતા અને નવજાત બાળકીને જરૂરી વસ્તુઓ અપાવવાનું કહી અજાણી મહિલા માતાને અને બાળકીને મેડિકલ સ્ટોર પર લઇ ગઇ હતી. દરમિયાન માતાની નજર ચુકવીને બાળકની ઉઠાંતરી કરવા અજાણી મહિલાએ રીક્ષાચાલકને કહી રીક્ષા ભગાવડાવી હતા. માતાએ રીક્ષાની પાછળ દોટ મુકી એક્ટિવા ચાલકની મદદ લઇ રીક્ષાને રોકી દીકરીનું અપહરણ થતા અટકાવ્યું હતું. સમગ્ર મામલે પાણીગેટ પોલીસે બાળકીનું અપહરણ કરનાર મહિલાની ધરપકડ કરી તેના વિરૂદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. #Vadodara
સોમાતળાવ દંતેશ્વર બ્રીજની બાજુમાં આવેલ ફળિયામાં રહેતા કલ્પનાબેન સુરેશભાઇ રાજપુત કડીયા કામ કરે છે. કલ્પના બેન પતિ અને માતા સાથે રહે છે. ગત તા. 20 નવેમ્બર 2020ના રોજ પ્રસવની પીડા ઉપડતા તેમને હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં 22 નવેમ્બરના રોજ વહેલી સવારે 6 વાગ્યે તેમણે બાળકીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ સારવાર માટે તેમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. 24 નવેમ્બર, મંગળવારે સાંજે 4 વાગ્યે કલ્પનાબેનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે કલ્પનાબેન અને તેમની માતા બીજા ઘરે ચાવી અને કપડાં લેવા લેવા ગયેલા પતિની રાહ જોતા હોસ્પિટલ બહાર બાકડા પર બેઠા હતા. પતિના આવ્યા બાદ સોમા તળાવ જવા રીક્ષાચાલક સાથે ભાડું નક્કી કરી કલ્પના બેન પરિવાર સાથે રીક્ષામાં બેઠા હતા. ત્યારે અન્ય મહિલા ત્યાં આવી પહોંચી હતી. અને મારે કપુરાઇ જવું છે તેમ જણાવ્યું હતું.
દરમિયાન સુરેશભાઇએ મારી પત્નિને દુખાવો થાય છે, તુ પહેલા અમને છોડી દે તેમ રીક્ષા ચાલકને કહ્યું હતું. ત્યારે અજાણી મહિલાએ તમારૂ ભાડુ પણ હું આપી દઇશ તેમ કહી રીક્ષામાં બેસી ગઇ હતી. ત્યારબાદ રીક્ષા ચાલકે કલ્પનાબેનને પરિવાર સાથે તેમના ઘરે ઉતારતા અજાણી મહિલા રીક્ષામાં આગળ નિકળી ગઇ હતી. બુધવારે સવારે તેમના પતિ સુરેશભાઇ મજુરી કામ પર ગયા હતા. અને ઘરમાં કલ્પનાબેન, બાળકી અને માતા હાજર હતા. ત્યારે એક દિવસ પહેલા રીક્ષામાં સાથે મુસાફરી કરનાર અજાણી મહિલા કલ્પના બેનના ઘરે આવી પહોંચી હતી. અને "હું ઘણા બધા લોકોને મદદ કરૂ છું. તમે લોકો ગરીબ છો. હું તમને અનાજ કપડા વગેરે લાવી આપું. તું આ બાળકીને લઇને મારી સાથે ચાલ" તેમ જણાવતા કલ્પનાબેને સાથે આવવાનો ઇનકાર કર્યો હતો.
વારંવાર મનાઇ ફરમાવવા છત્તા અજાણી મહિલાએ તું મારી સાથે ચાલનું રટણ ચાલુ રાખ્યું હતું. જેથી કલ્પનાબેન માતાને અને બાળકીને સાથે લઇ અજાણી મહિલા સાથે જવા તૈયાર થઇ હતી. મહિલા તેમને રીક્ષામાં બેસાડીને મંગળબજાર ખાતે લઇ ગઇ હતી. ત્યાં મહિલાએ કલ્પનાબેનને સાડી અને બાળક માટે કપડા ખરીદી આપ્યા હતા. તે પછી કલાદર્શન ચાર રસ્તા પાસેથી મેડીકલ સ્ટોરની સામે રીક્ષા ઉભી રાખી કલ્પના બેનને રૂ. 500 આપી બાળક માટે જોન્સન બેબી પાવડર અને સાબુની ખરીદી કરવા મોકલી આપ્યા હતા. કલ્પનાબેન બાળકીને માતાને સોંપી મેડીકલ સ્ટોરમાં ગયા હતા. તે વખતે પાછળ વળીને જોતા માતા પણ મેડિકલ સ્ટોરમાં જોવા મળી હતી. કલ્પનાબેને તુરંત માતાને બાળકી વિશે પુછતા મહિલાએ મઘ લેવા મોકલ્યા હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન પાછળથી રીક્ષા ચાલુ થવાનો અવાજ આવતા કલ્પનાબેને દોડ મુકી હતી. કલ્પનાબેન પહોંચે તે પહેલા મહિલાએ રીક્ષા ચાલુ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. રીક્ષા પાછળ કલ્પના બેને દોટ મુકી હતી. દરમિયાન કલ્પના બેને નજીકમાંથી પસાર થતા એક્ટીવા ચાલકને મારી બાળકીને પેલો રીક્ષા વાળો લઈને ભાગે છે. તેમ કહેતા એક્ટિવા ચાલકે રીક્ષાનો પીછો કરી રીક્ષા રોકી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો.પોલીસે અજાણી મહિલાની ઘરપકડ કરી પુછપરછ કરતા તેણે પોતાનું નામ બિસ્મીલ્લાખાન મકબુલખાન પઠાણ (રહે, જાદવપાર્ક સોસાયટી, ન્યુ સમા રોડ) જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે બિસ્મીલ્લાખાન વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
More News #Vadodara #WatchGujarat