• 5 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને રાજસ્થાનની બોગસ માર્કશીટનનું કૌભાંડ ઝડપાયા બાદ દેશવ્યાપી યુનિવર્સીટીની ડુપ્લીકેટ માર્કશીટના વેચાણનો ભાંડો ફૂટ્યો
 • મુખ્ય આરોપીને મહારાષ્ટ્રથી પીસીબીએ ઝડપી પાડ્યા બાદ ચોંકવનારી વિગતો સામે
 • મુખ્ય આરોપીએ વડોદરા અને ભરૂચમાં ડુપ્લીકેટ માર્કશીટનો વ્યસાય કરતા ત્રણના નામ આપ્યા
 • મુખ્ય આરોપીએ ઉત્તરપ્રદેશના આગ્રા, મહારાષ્ટ્રના મુંબઈ, રાજસ્થાનના જયપુર અને દિલ્હીમાં અલગ અલગ એજન્ટો સાથે કામ કર્યું હોવાનું કબલ્યું

#MARKSHEET SCAM - વડોદરાના રેહાન અને કબીર સહિત ભરૂચના સિરાજ પાસેથી 500થી વધુ ડુપ્લીકેટ માર્કશીટ મળી

WatchGujarat Marksheet Scam. પીસીબીએ ગત તા. 25 ઓક્ટોબરના રોજ સયાજીગંજ વિસ્તારમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી રહેલા યુવકની ધરપકડ કરી હતી. જેના મોબાઇલની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા મહારાષ્ટ્ર અને રાજસ્થાનની બોગસ માર્કશીટનનુ કૌભાંડ ઝડપાયું હતુ. તા. 5 નવેમ્બરના રોજ માર્કશીટ કૌભાંડ બહાર આવ્યા બાદ કૌભાંડના મુખ્ય આરોપી દિલીપ નારાયણ મોહિતેને પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે દિલીપ મોહિતેના 11 દિવસના રિમાન્ડ મેળવી સઘન પુછપરછ હાથ ધરી હતી. ભારત ભરની ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે બાબતે દિલીપની પુછપરછ કરતા ચોંકાવનારા નામો બહાર આવ્યા હતા.

પીસીબીએ સયાજીગંજ વિસ્તારમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી રહેલા યુવકની ધરપકડ કરી હતી. જેના મોબાઇલની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા મહારાષ્ટ્ર અને રાજસ્થાનની બોગસ માર્કશીટનનુ કૌભાંડ ઝડપાયું હતુ. માર્કશીટ કૌભાંડ ઝડપાયા બાદ કૌભાંડના મુખ્ય આરોપી દિલીપ નારાયણ મોહિતેને પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે દિલીપ મોહિતેના 11 દિવસના રિમાન્ડ મેળવી સઘન પુછપરછ હાથ ધરી હતી. ભારત ભરની ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે બાબતે દિલીપની પુછપરછ કરતા ચોંકાવનારા નામો બહાર આવ્યા હતા.

પોલીસે દિલીપની કડક પુછપરછ કરતા અગાઉ વડોદરા ખાતે રેહાન અબ્રારભાઈ સીદીકી અને કબીર બાદશાહ સાથે કામ કર્યું હોવાનું કબલ્યું હતું. તેમજ ભરૂચ ખાતે સિરાજ સૈયદ સાથે પણ કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત દિલીપે ઉત્તરપ્રદેશના આગ્રામાં, મહારાષ્ટ્રના મુંબઈમાં, રાજસ્થાનના જયપુરમાં અને દિલ્હીમાં અલગ અલગ એજન્ટો સાથે કામ કર્યું હોવાનું પણ કબલ્યું હતું.

#MARKSHEET SCAM - વડોદરાના રેહાન અને કબીર સહિત ભરૂચના સિરાજ પાસેથી 500થી વધુ ડુપ્લીકેટ માર્કશીટ મળી
દિલીપ મોહિતેના જણાવ્યા અનુસાર પીસીબી પોલીસે ગત તા. 21 નવેમ્બરના રોજ ફતેગંજ વિસ્તારના બ્લ્યુડાયમંડ એપાર્ટમેન્ટમાં આવેલ રેહાન સીદીકીની ઓફિસ અને ભરૂચ ખાતેના જય કોમ્પ્લેક્ષમાં આવેલ સિરાજ સૈયદની ઓફિસ મળી બંને ઓફિસમાં દરોડો પાડ્યા હતા. પોલીસે બંને ઓફિસમાં તપાસ કરતા અલગ અલગ સેકેન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની માર્કશીટ, ભારતની વિવિધ યુનિવર્સીટીની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, સિવિલ એન્જીન્યરીંગની ડિગ્રી, મિકિનિકલ એન્જીન્યરીંગની ડિગ્રી, માસ્ટર ઓફ કોમ્પ્યુટર અને વિવિધ માસ્ટર ડિગ્રીના સર્ટિફિકેટ તેમજ માઈગ્રેશન સર્ટિઓ મળી 500થી વધુ સર્ટીઓ મળી આવ્યા હતા.

500થી વધુ સર્ટિફિકેટ મળી આવતા પોલીસે વડોદરા અને ભરૂચમાંથી કોની ધરપકડ કરી

500થી વધુ સર્ટિફિકેટ મળી આવતા પોલીસે રેહાન અબ્રાર અહેમદ સીદીકી (રહે, યોગીકુટીર, તાંદલજા), કબીર મોહમદ ફારૂક બાદશાહ (રહે, મોગલવાલા, વાડી) અને સિરાજ તાજુદીન સૈયદ (જુનીકોર્ટ,ભરૂચ) ધરપકડ કરી ત્રણે વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ડુપ્લીકેટ સર્ટિફિકેટ મેળવી વિદેશ અભ્યાસ તેમજ નોકરી કરવા કોણ ગયું છે. તે અંગે પણ તપાસ થશે

રેહાન સીદીકી મીમ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ટેક્નિકલ સ્ટડીનામની ઓફિસ ચલાવતો હોવાથી તેના દ્વારા આપવામાં આવેલ ડિગ્રી સર્ટીફિકેટથી કેટલા લોકો વિદેશ અભ્યાસ તેમજ નોકરી કરવા ગયા છે. તે અંગ તપાસ કરવાની બાકી છે. જેથી ગોત્રી પોલીસના ગુનામાં ધરપકડ થયેલ રેહાન સીદીકીનું ટ્રાન્સફર વોરંટ મેળવી ફતેગંજ પોલીસમાં નોંધાયેલ ગુનામાં ધરપકડ કર્યા બાદ રેહાન પાસેથી ડુપ્લીકેટ સર્ટિફિકેટ મેળવી વિદેશ અભ્યાસ તેમજ નોકરી કરવા કોણ ગયું છે. તે અંગે તપાસ થશે.

માર્કશીટ કૌભાંડમાં સંડોવાયેલા ત્રણે પાસેથી પોલીસે શું કબ્જે કર્યું.

 • મુક્ત વિદ્યાલય શિક્ષા પરિસદ હરિયાણાની ધો. 10 અને ધો.12ની માર્કશીટ અને માઈગ્રેશન સરર્ટિફિકેટ
 • હરિયાણા કાઉન્સિલ ઓફ ઓપન સ્કૂલની ધો. 10 અને ધો.12ની માર્કશીટ અને માઈગ્રેશન સરર્ટિફિકેટ કાઉન્સિલ
 • કાઉન્સિલ ઓફ સ્કૂલ એન્ડ ટેક્નોલોજી એજ્યુકેશન મધ્યપ્રદેશના ધો. 10 અને ધો.12ની સર્ટીઓ
 • ઓપીજેએસ યુનિવર્સિટી,છરુ રાજસ્થાન ઇન્ડિયા ના ડિગ્રી સર્ટીઓ તેમજ બી ટેક અને મેકેનિકલ એન્જીનીયરીંગના સર્ટીઓ
 • કર્ણાટક ઓપન યુનિવર્સીટી, મૈસુરના ના ડિગ્રી સર્ટીઓ તેમજ બી ટેક અને મેકેનિકલ એન્જીનીયરીંગના સર્ટીઓ
 • મોનાડ યુનિવર્સીટી હાપુર, ઉત્તરપ્રદેશના મેકિનિકલ એન્જીન્યરીંગ તેમજ માસ્ટ ડિગ્રી અને માસ્ટર ઓફ કોમ્પ્યુટરના સર્ટીઓ
 • વિલિયમ કેરી યુનિવર્સીટી, મેઘાલયના માઈગ્રેશન સર્ટી અને ડિગ્રી સર્ટીઓ
 • કોલોરેક્ષ ટીચર્સ યુનિવર્સીટી, અમદાવાદ ગુજરાતના માસ્ટર ઓફ કોમ્પ્યુટરના સર્ટીઓ
 • રાજસ્થન સ્ટેટ ઓપન સ્કૂલ, રાજસ્થાન સરકારના સર્ટીઓ
 • ડો.ભીમરાવ આંબેડકર વિશ્વ વિદ્યાલય આગ્રા, ફોર્મલી આગ્રા યુનિની બેચલર ઓફ કોમર્સના સર્ટીઓ
 • એન કે એકેડમી દાહોદની એક્રેડીસહન ઇન્સ્ટીટ્યુટ ઝારખંડ સ્ટેટ ઓપ સ્કૂલના સર્ટીઓ
 • જે આર એન રાજસ્થાન વિદ્યાપીઠ યુનિવર્સીટી ઉદેપુર, રાજસ્થાનના સર્ટીઓ
 • શોભિત યુનિવર્સીટીની શોભિત ઇન્સ્ટિટ્યુટ એન્જીન્યરીંગ એન્ડ ટેક્નોલોજીના સર્ટીઓ
 • સીએમજે યુનિવર્સીટી મેઘાલયાના વિવિધ નામોના અલગ અલગ વર્ષ તેમજ કોર્ષની માર્કશીટની 30 ઝેરોક્ષ
 • એસ્ટર્ન ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટીગ્રેટેડ લર્નિંગ અને મેનેજમેન્ટ યુનિવર્સીટી સિક્કિમના સર્ટીઓ

પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરશે

ગોત્રી પોલીસના ગુનામાં સંડોવાયેલ નોએલ પરેરાએ એમ.એસ. યુનિવર્સીટીમાં અભ્યાસ અર્થે એડ્મમિશન લીધું છે. જે એડમિશન એમ.એસ. યુનિમાં કોના કહેવાથી કેવી રીતે લીધું છે તે અંગે પોલીસ તપાસ કરશે. આ ઉપરાંત સિરાજ તાજુદીન સૈયદને સાથે રાખી ભરૂચ ખાતેની ઓફિસમાં પણ પોલીસ તપાસ કરશે અને ભરૂચ વિસ્તરના કેટલા વિદ્યાર્થીઓને બોગસ સર્ટિફિકેટ આપેલ છે. તે દિશામાં પોલીસ તપાસ કરશે. તેમજ પોલીસને મળેલ માહિતીના આધારે ભારતભરના વિવિધ જગ્યાના એજન્ટો અને તેમના માલિકો ડુપ્લીકેટ માર્કશીટ મેળવી છૂટી લૂંટ ચલાવતા વિરુદ્ધ વિવિધ ટીમો બનાવી પીસીબી પોલીસે તપાસ આગળ ધપાવી છે.

 

#Marksheet Scam #Vadodara #Bharuch

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud