• વડોદરા નજીકના અનગઢ ગામમાં રહેતો યુવક મહિલાને પોતાની સાથે સંબંધ રાખવા માટે બિભત્સ મેસેજો કરતો
  • વોટ્સઅપ પર મહિલાના ફોટા સાથે બિભત્સ મેસેજ લખી અન્ય લોકોને પણ મોલકતો હતો.
  • અગાઉ યુવક સામે ફરીયાદ નોંધાતા પોલીસે ઝડપી પાડી જેલ હવાલો કર્યો હતો.
  • જેલમાંથી છુટ્યા બાદ 35 વર્ષીય યુવકે ફરી મહિલાઓ સહીત પુરૂષોને પણ હેરાન કરવાનુ શરૂ કર્યું

WatchGujarat  વિકૃત માનસિકતા ઘરવાતો યુવક ગામમાં જ રહેતી એક નહીં પણ બે મહિલાઓ સહીત પુરૂષોને બિભત્સ મેસેજ કરી હેરાન કરતો હતો. બે સંતાનોની માતાને પોતાની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. મહિલાએ ના પાડતા યુવકે વોટ્સઅપ પર બિભત્સ મેસેજ મોકલી હેરાન કરવાનુ શરૂ કર્યું હતુ. જોકે આ વાત એટલે જ અટકી નહોતી. મહિલાઓ અને પુરૂષોને હેરાન કરવા તેમના ઘરે 108 એમ્બ્યૂલન્સ મોકલતો હતો. આ મામલે નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે મહિલાએ ફરીયાદ નોંધાવતા પોલીસે અમદાવાદથી યુવકને ઝડપી પાડ્યો છે.

બનાવ અંગે નંદેસરી પોલીસ સ્ટેશનના ઇન્સપકેટર એ. કે વડીયાએ WatchGujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, અનગઢના બ્રાહ્મણ ફળિયામાં રહેતો અને વિકૃત માનસિકતા ધરાવતો 35 વર્ષીય પ્રવીણ ઉર્ફે અશ્વિન ઉર્ફે ગલો રાવળ છેલ્લા કેટલાક સમયથી ગામની કેટલીક મહિલાઓને પરેશાન કરતો હોવાથી તેની સામે ભારે રોષ ફેલાયો છે. પ્રવીણ 42 વર્ષીય પરિણીતાને બીભત્સ ગાળો ભાંડી જબરદસ્તી સંબંધ રાખવા માટે ધમકી આપતો હતો. બે સંતાનોની માતા સહિત અન્ય બે થી ત્રણ મહિલાઓની ડિલિવરી થવાની છે. તેમ કહી 108ને તેમના ઘરે મોકલતો હતો. પ્રવીણના ત્રાસથી કંટાળી પરણીતાએ ગત જાન્યુઆરી મહિનામાં નંદેસરી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

#Vadodara - મહિલાએ સંબંધ રાખવાની ના પાડી તો યુવકે 108માં ફોન કર્યો આની ડિલિવરી થવાની છે કહીં ઘરે એમ્બ્યૂલન્સ મોકલી

જેલમાંથી છૂટ્યાબાદ છેલ્લા 8 મહિનાથી પ્રવીણ રાવળ પરિણીતાને અને તેના ફળિયામાં રહેતા લોકોના મોબાઈલ ઉપર અવારનવાર ફોન અને બીભત્સ મેસેજો કરી હેરાન કરતો હતો. આ ઉપરાંત મહિલાના ફળિયામાં રહેતા લોકોને વોટ્સઅપ ઉપર ફોટો સાથે મેસેજ લખતો કે આને કહો મારી સાથે સંબંધ રાખે નહિ તો જાનથી મારી નાખીશ, આજ રીતે પ્રવીણ ગામમાં રહેતી અન્ય મહિલાઓ સાથે પણ આવી જ હેરાનગતિ કરતો હતો. મહિલાના સગા સબંધીઓને વોટસએપ પર મેસેજ કરી હેરાન પરેશાન કરતો હતો.

પ્રવીણ 108માં પણ અવાર નવાર ખોટી રીતે ફોન કરીને ડીલીવરી થઇ છે તેવું કહી એમ્બ્યૂલન્સ મહિલાઓ અને પુરૂષોના ઘરે મોકલતો હતો. ત્યારે ત્યાં હાજર યુવકે પ્રવીણને એમ્બ્યુલન્સ શા માટે મોકલે છે અને વોટ્સઅપ પર શા માટે બિભત્સ ફોટા અને મેસેજ કરે છે, તેવો સવાલ કરતા પ્રવિણે યુવકને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. છેલ્લા આંઠ મહિનામાં મહિલાઓ અને પુરૂષોના ઘરે સાતથી આંઠ વખત 108 મોકલતા પ્રવિણથી ત્રસ્ત થયેલી મહિલાએ નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની ગંભીરતાને જોતા તાત્કાલીક એક્શનમાં આવી પ્રવિણને અમદાવાદથી ઝડપી પાડી તેનો કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે.

More #108 #Ambulance #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud