અઠવાડીયા પહેલા જ પાલિકાના વહીવટ વોર્ડ-12ના વોર્ડ ઓફીસર મહેશ પરનામી સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાયો હતો
ACBની તપાસમાં વન વિભાગમાં મદદનીશ સંરક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા કાસીમ ફાઝલભાઇ રેશમવાલાની 2.14 કરોડની આવક સામે 3.26 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો મળી આવી હતી.
Watchgujarat ભ્રષ્ટચાર અને ભ્રષ્ટ અધિકારીઓની ગુનાખોરીનો અંત આવતો નથી, ગત અઠવાડીયે પાલિકાના એક ભ્રષ્ટ અધિકારી સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ વડોદરા વન વિભાગમાં ફરજ બજાવી ચૂકેલા મદદનીશ વન સંરક્ષણ અધિકારી સામે લાંચ રૂશ્વત વિરોધી શાખામાં અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાયો છે.
વડોદરા વન વિભાગમાં મદદનીશ વન સંરક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા કાસીમ ફાઝલભાઇ રેશમવાલા દ્વારા અપ્રમાણસર મિલ્કત વસાવી હોવાની ફરીયાદ ACBમાં થઇ હતી. જેની તપાસ લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા કરવામાં આવતા કાસીમ રેશમવાલાની તથા તેમના પરિવાજનોના નામે મિલકતોના દસ્તાવેજી પુરાવા અને બેન્ક ખાતાઓ સહિત વિવિધ અસ્કયામતોની તપાસ કરવામાં આવી હતી.
તપાસમાં 32,25,350 રોકડ રકમ તેમના વિવિધ બેન્ક એકાઉન્ટમાં જમા કરાઈ હતી. 1 એપ્રિલ 2007થી 29 ફેબ્રુઆરી 2016 સુધીના સમયગાળામાં તેમની પાસેથી 32,25,350 રોકડ રકમ તેમના વિવિધ બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવી હતી. તેવી જ રીતે 83,74,481ની કિંમતની સ્થાવર અને જંગમ મિલકત ખરીદી કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય ખર્ચનો સરેરાશ જોતા તેઓએ રૂપિયા 1,10,20,772 બેંક ખાતાઓમાંથી ઉપાડ્યા હતા.
અધિકારીની આવકની સામે 2.14 કરોડની સામે ખર્ચ અને રોકાણ 3.26 કરોડનું કર્યું હતું તેઓએ ફરજ દરમિયાન કાયદેસરની દેખાતી આવક 2,14,35,899 રૂપિયાની સામે ખર્ચ અને રોકાણ 3,26,59,647 રૂપિયા કર્યાં હતા. આમ રૂપિયા 1,12,23,748 જેટલી વધુ રકમ એટલે કે તેમની આવકની સરખામણીમાં 55.65 ટકા વધુ રકમ અપ્રમાણસર હોવાનું બહાર આવતા ACB એ કાસીમ રેશમવાલાની વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગત તા. 7 ડીસેમ્બરના રોજ પાલિકાના વહીવટી વોર્ડ નં-12ના વોર્ડ ઓફીસર મહેશ પરનામી સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાયો હતો. જેમાં તેમની આવક કરતા 69.91 લાખની અપ્રમાણસર મિલ્કતો મળી આવતા તેમની સામે ACBએ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
More #Forest Conservation #Officer #Qasim Fazalbhai Reshamwala #Case of disproportionate #assets #ACB #Vadodara News