• પોલીસે શનિવારે માસ્ક ન પહેરનારા 1417 લોકો પાસેથી રૂ. 14.17 લાખનો દંડ વસુલ્યો
  • પોલીસે 28 લોકો સામે કર્ફ્યુ ભંગ અને જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી
  • પોલીસે માસ્ક પહેરવા,સોશિયલ ડિસ્ટન્સ જાળવા તેમજ કર્ફ્યુની અમલવારીનો ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો

WatchGujarat  સતત બીજા દિવસે પણ 1400થી વધુ લોકોએ બેદરકારી દાખવી પોતાને કોરોના નહિ થાય તે વહેમમાં રહી માસ્ક પહેર્યા વગર ઘરની બહાર ટહેલવા નિકળી પડ્યા હતા. શહેરીજનોને ઘરની બહાર નિકળતા સમયે ફરજીયા માસ્ક પહેરવાની અવાર નવાર સુચનાઓ આપવામાં આવે છે. પરંતુ બેદરકારી દાખવતા લોકો દ્વારા તેનો પુરતો અમલ કરાતો હોય તેમ જોવા મળતુ નથી. લોકો પોતાના સ્વરક્ષણ માટે માસ્ક પહેરીએ તે સમજીને પણ માસ્ક પહેરતા નથી.

વડોદરા શહેરમાં કોવિડ-19નુ સંક્રમણ અટકાવવા માટે તંત્ર અને શહેર પોલીસ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહીં છે. ત્યારે શહેર પોલીસ દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે શનિવારના રોજ દિવસ દરમિયાન ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવની સધન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પોલીસની આ ઝૂંબેશમાં એક જ દિવસમાં શનિવારના રોજ માસ્ક નહિ પહેરી બેદરકારી દાખવતા 1417 લોકો પાસેથી રૂ. 14.17 લાખની જંગી દંડની રકમ વસુલ કરવામાં આવી હતી. તેમજ 28 જેટલા લોકો વિરુદ્ધ કર્ફ્યુ ભંગ તથા જાહેરાનામા ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ આવનારા દિવસોમાં પણ શહેર પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર પોલીસે શુક્રવારે માસ્ક ન પહેરનારા 1422 લોકો પાસેથી રૂ. 14.22 લાખનો દંડ વસુલ કર્યો હતો. તે રીતે બે દિવસમાં શહેર પોલીસે માસ્ક નહીં પહેરનારા 2839 લોકો પાસેથી રૂ, 28.39 લાખ દંડ વસુલ કરવામાં આવ્યો છે.

શહેરની આ પરિસ્થિતિને જોતા વડોદરા શહેર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, શહેરીજનો કોવિડ-19નો ફેલાવો અટકાવવા માટે માસ્ક ફરજીયાત પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમજ કર્ફ્યુની અમલવારીમાં સહ્યોગ આપી ચુસ્તપણે પાલન કરે કોવિડ-19નુ સંક્રમણ અટકાવવામાં સહભાગી થવા અનુરોધ કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud