• જુદી જુદી પ્રજાતિના 9 ડોગ્સ વડોદરા પોલીસમાં ફરજ બજાવે છે.
  • નાર્કોટિક્સ, ચોરી, લૂંટ, હત્યા જેવા ગુનાઓ ઉકેલવામાં પોલીસ ડોગ્સની મહત્વની ભૂમિકા
  • 1 વર્ષ સુધી તાલીમ આપ્યાં બાદ ડોગને પરિક્ષા આપી પાસ કરવાની હોય છે.

મહેશ ચોમલ, વડોદરા. શહેર પોલીસ ડોગ સ્ક્વોડમાં ડોબરમેન, જર્મન સેફર્ડ અને લેબ્રાડોગ જેવી જુદી જુદી પ્રજાતિઓના મળીને કુલ 9 ડોગ્સ છે. આ ડોગ્સ ટ્રેકર, સ્નિફર અને નાર્કોટિક્સમાં ફરજ બજાવી રહ્યા છે. જે લૂંટ,મર્ડર,ધાડ,ચોરી, ગાંજો, ચરસ અને બોમ્બના ગુના ડિટેકટ કરે છે. 45 દિવસના ડોગના પપ્પીની ખરીદી કર્યા પછી 9 મહિનાથી 1 વર્ષ સુધીની તાલીમ આપ્યાબાદ પોસ્ટિંગ આપવામાં આવે છે.

રાજ્ય પોલીસ ફોર્સ ડોગ સ્ક્વોડ વિના સંપૂર્ણ નથી. રાજ્યમાં અને મોટા મોટા શહેરોમાં થતા ગુનાનો ભેદ પોલીસ તો ઉકેલે જ છે. પરંતુ ઘણાખરા ગુનાનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્ક્વોડ પણ ઉપયોગી બને છે. કેટલાક એવા ગુનાઓ છે જે ઉકેલવામાં પોલીસ ફોર્સ ઉણો પડે છે. ત્યારે ડોગ સ્ક્વોડ આવા ગુનાઓને આસાનીથી ઉકેલે છે. હાલ ગુજરાત રાજ્ય ડીજીપી દ્વારા વડોદરા શહેર પોલીસને ફાળવવામાં આવેલ સ્કોડમાં ડોબરમેન, જર્મન સેફર્ડ અને લેબ્રાડૉગ મળી કુલ 9 ડોગ ટ્રેકર, સ્નિફર અને નાર્કોટિક્સમાં ફરજ બજાવી રહ્યા છે. જેમાં ટ્રેકર ડોગ સમ્રાટ,ડેની,લક્કી અને મોતી લૂંટ, મર્ડર, ધાડ અને ચોરીના ગુનાને ડિટેકટ કરે છે. જયારે સ્નિફર ડોગ સાગર, જીના, મીના અને રોઝર PM, CM,HM અને વીવીઆઈપી બંદોબસ્ત તેમજ બૉમ્બ ડિટેક્ટ કરે છે.  જ્યારે નાર્કોટિક્સનો સોનુ ગાંજો, ભાંગ, ચરસ જેવા નશીલા પદાર્થના ગુના ડિટેકટ કરે છે.

ગાંધીનગર ડોગ સ્કોવડની કમિટી દ્વારા 45 દિવસના ડોગના પપ્પીની ખરીદી કરવામાં આવે છે. ત્યારબાદ જે તે જિલ્લામાં કે શહેરમાં હુકુમ પ્રમાણે તેને ફાળવવામાં આવે છે. જ્યાં તે પપ્પીને 6 મહિના સુધી સાળ સંભાળ કરવામાં આવે છે. અને 6 મહિના પછી ટ્રેનિંગ સેન્ટર ખાતે ટ્રેકર, સ્નિફર અને નાર્કોટિક્સની જરૂરિયાત પ્રમાણે તાલીમ આપવામાં આવે છે. જેમાં સ્નિફર અને નાર્કોટીક્સનાં ડોગને 9 મહિનાની અને ટ્રેકર ડોગને 1 વર્ષની તાલીમ આપવામાં આવે છે. તાલીમ આપ્યાબાદ ડોગની પરીક્ષા લેવામાં આવે અને પરીક્ષા પાસ કર્યાબાદ ડોગને પોસ્ટિંગ પર મુકવામાં આવે છે. આમ વડોદરા શહેર પોલીસમાં કુલ 9 ડોગ ફરજ નિભાવી રહ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud