• ડભોઈના દારૂઉલમ પાસેથી કારમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ બુટલેગરની ધરપકડ
  • જિલ્લા પોલીસે કારની નીચે લોખંડના પતરા મારી ચોર ખાનું બનાવી તેમાં છુપાવેલ 246 દારૂની બોટલો પકડી પાડી
  • પોલીસે 50,190ની મતાના દારૂના જથ્થા સાથે રૂ,2.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • મધ્યપ્રદેશથી ઇકો કારમાં ભરીને લાવવામાં દારૂનો જથ્થો સુરત પહોંચે તે પહેલા જ બોડેલીથી પકડાય ગયો
  • દારૂની બોટલો ફૂટી ના જાય એટલે કાગળમાં વીટી સેલોટેપ લગાવી બોટલને રાખવામાં આવી

વડોદરા. આંતર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં અને શહેરમાં દારૂને ઘુસાડવા માટે બુલેગરો અને સપ્લાયરો અવનવા ઉપાયો અપનાવતા હોય છે. તેવા જ એક કિસ્સામાં ઇકો કારની નીચે લોખંડના પતરા મારી ચોર ખાનું બનાવી તેમાં નાની મોટી 246 દારૂની બોટલો છુપાવી દારૂની હેરાફેરી કરતા ત્રણ બુટલેગરને જિલ્લા પોલીસે ડભોઈના દારૂઉલમ પાસેથી પકડી પાડ્યા છે. જો કે મધ્યપ્રદેશથી દારૂ લાવનાર સપ્લાયરે છોટાઉદેપુરમાં કારની બદલી કરી ત્રણ લોકોને સુરત પહોંચાડવા કહ્યું હતું. જિલ્લા પોલીસે 2.65 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂની હેરાફેરી કરનાર ત્રણની ધરપકડ કરી હતી. જયારે મધ્યપ્રદેશથી દારૂ લાવનાર 2 ને વોન્ટેડ જાહેર કર્યો છે.

વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ટીમ દારૂઉલમ વિસ્તારમાં પહોંચી હતી. ત્યારે બાતમીદાર તરફથી બાતમી મળી હતી કે, એક સફેદ કલરની ઇકો કારમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફરી કરવામાં આવી રહી છે. અને તે ઇકો કાર બોડેલી તરફથી ડભોઇ થઇ વડોદરા શહેર તરફ જવાની છે. બાતમીના આધારે જિલ્લા પોલીસેની ટીમે દારૂઉલમ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બોડીલી તરફ્થી આવતાં રોડ ઉપર એક શંકાસ્પદ ઇકો કાર આવતી જોવા મળી હતી. જેથી પોલીસે તે કારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી.

(વિડીયો જોવા માટે ઉપરની તસવીર પર ક્લિક કરો.)

જિલ્લા પોલીસની ટીમ કારની તપાસ કરી રહી હતી. ત્યારે દારૂને જે રીતે છુપવવામાં આવ્યો હતો તે જોઈને પોલીસ ચોકી ઉઠી હતી. દારૂની હેરાફેરી કરતા બુટલેગરે કારની નીચે લોખંડના પતરા મારી ચોર ખાનું બનાવી તેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી કાગળમાં પેકીંગ કરેલી બોટલો ભરીને રાખી હતી. જેથી પોલીસે કાર ચાલક સહિત તમામની પુછપરછ કરતા તમામે પોતાનું નામ સંજયકુમાર વિકકર્મભિઃ બાવળીયા (રહે, કામરેજ) ચંદ્રેશ રતિલાલ અગ્રવાલ (રહે, કામરેજ) રાહુલગીરી જયસુખગીરી ગોસ્વામી (રહે,કામરેજ) જણાવ્યું હતું. જિલ્લા પોલીસે કારની નીચે લોખંડના પતરા મારી ચોર ખાનું બનાવી તેમાં છુપાવેલ 750 અને 180 એમએલની રૂ,50,190ની મતાની 246 દારૂની બોટલો પકડી પાડી હતી.

 

જિલ્લા પોલીસે પકડાયેલા ત્રણેય શખ્સને આ દારૂનો જથ્થો ક્યાંથી ભરીને લાવેલ અને કોને આપવાનો હતો. તે અંગે પુછપરછ કરતા તેમની સાથેના હિતેશભારથી આશોકભારથી ગોસ્વામી (રહે, કામરેજ) અને જીગ્નેશગીરી જયસુખગીરી ગોસ્વામી(રહે, કામરેજ) પોતાની કવિડ ગાડી લઈને આવ્યા હતા. અને તેમની પાસેથી ઇકો કાર લઇ મધ્યપ્રદેશ ગયા હતા. અને ત્યાંથી પરત આવી છોટાઉદેપુર જિલ્લામાં તેમને બોલાવી દારૂ ભરેલી ઇકો કાર પરત આપી હતી અને તમે કારને સુરત લઈને આવજો અમે તમારી પાછળ પાછળ આવીએ છીએ તમ કબલ્યું હતું. જિલ્લા પોલીસે ઇકો કાર,4 મોબાઈલ અને દારૂનો જથ્થો મળી કુલ રૂ,2.65 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂની હેરાફેરી બદલ ત્રણની ધરપકડ કરી હતી. જ્યારે મધ્યપ્રદેશથી દારૂ લાવનાર હિતેશભારથી અને જીગ્નેશગીરીને વોન્ટેડ જાહેર કરી તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud