સયાજીગંજ પોલીસ સ્ટેશનથી સામાન્ય દુરી પર આવેલુ છે કડક બજાર
કડક બજાર જેવા ભરચક વિસ્તારમાં એસ.કે જ્વેલર્સની દુકાનના તાળા તોડી બે તસ્કરોએ લાખોની ચાંદી અને સોનાની ચોરી કર
9.50 લાખની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
વડોદરા. શહેરમાં દિવાળીના તહેવાર ટાણે ચોરી, લુંટે અને છેતરપીંડીના બનાવનો ન બને તે માટે શહેર પોલીસ સજાગ હતી. પરંતુ સમગ્ર શહેર પોલીસ સીટી વિસ્તારના સોની બજાર પર ધ્યાન કેન્દ્રીત કરી બેઠી હતી. ત્યાં તો દિવાળીની વહેલી સવારે જ સયાજીગંજ પોલીસ સ્ટેશનથી સામાન્ય દુરી પર આવેલા કડક બજારમાં આવેલા એસ. કે જ્વેલર્સના તાળા તોડી તસ્કરો લાખોની ચાંદી અને સોનુ લઇ ફરાર થઇ ગયા હતા.
https://youtu.be/KBBTC3oX-1w
શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનથી સામાન્ય દુરી પર આવેલા કડક બજાર સ્થિત શ્રી રંગ કોમ્પેલક્ષમાં એસ. કે જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. દિવાળીના દિવસે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં બે તસ્કરો દુકાન પર ત્રાટક્યાં હતા. જ્યાં દુકાનનુ શટર ઊંચુ કરી લોખંડની ગ્રીલના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા. તસ્કરોએ જ્વેલર્સની દુકાનમાં આવેલા લોકર તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. જેથી આખરે ડીસપ્લેમાં મુકેલી અંદાજીત 22 કીલો ગ્રામ ચાંદી, અને 22 ગ્રામ જેટલુ સોનુ મળી કુલ રૂ. 9.50 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
આ મામલે એસ.કે જ્વેલર્સના માલિક સુરેશ કુમાર અગ્રાવલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ચોરીથી ફરીયાદ નોંધાવતા હતા. પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં દુકાનમાં ચોરી કરવા આવેલા બે તસ્કરો નજરે પડ્યાં હતા. પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.