ટુંક સમય પહેલા શહેરના અકોટા વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડો પાડી રૂ. 2.68 લાખનો દારૂના જથ્થા સાથે બેની ધરપકડ કરી હતી.
સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા બાદ ડીજીપી આશિષ ભાટીયાએ ગોત્રીના પી.આઇ અને પી.એસ.આઇને સસ્પેન્ડ કર્યા હતા.
શેરખી ભીમપુરા રોડ પરના એક ફાર્મ હાઉસમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી લાખોના દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે.
ફાર્મ હાઉસમાં દારૂનો જથ્થો રાખી ફોર વ્હિલર કારમાં અન્ય સ્થળે પહોંચાડવામાં આવતો હતો.
વડોદરા.રાજ્ય સરકાર અને પોલીસ વડા દારૂના વેપારને ડામવા માટે કેટલાય પ્રયોસ કરી લે પરંતુ બુટલેગરો દારૂનો વેપલો ધમધાવી રહ્યાં છે. આ દારૂનો વેપલો સ્થાનિક પોલીસની રહેમનજર ચાલતો હોય તેવુ ફલીત થઇ રહ્યું છે. તેવામાં સ્ટેટ મોનિટરીંગ સેલે શહેર બાદ હવે તાલુકામાંથી લાખોનો દારૂનો જથ્થો ઝડપી પાડતા પોલીસ બેડામાં દોડધામ મચી છે.
બનાવ અંગેની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વડોદરા તાલુકાની હદમાં બીમપુરા શેરખી સ્થિત આવેલા એક ફાર્મ હાઉસમાં મોટા પાયે દારૂનો જથ્થો લાવી ફોર વ્હિલર કારમાં કટીંગ કરાતુ હોવાનુ બાતમી સ્ટેટ મોનિટરીંગ સેલને મળી હતી. જેના પરિણામે સ્ટેટ મોનિટરીંગની ટીમે ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો. જ્યાં અંદાજીત એક ટ્રક ભરીને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ ફાર્મ હાઉસમાં એક કારમાં ભરેલો દારૂ પણ મળી આવ્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે બુટલેગરો દ્વારા આ દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં લાવ્યાં બાદ તેને ફોર વ્હિલર કારમાં જુદી જુદી જગ્યાએ પહોંચાડવામાં આવ્તો હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. જેથી આ મામલે સ્ટેટ મોનિટરીંગની ટીમે લાખોનો દારૂનો જથ્થો કબજે કરી એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યાવહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગત તા. 4 ઓકટોબરના રોજ સ્ટેટ મોનિટીરીંગ સેલએ બાતમીના આધારે અકોટા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ઘર અને કારમાં દારૂનુ વેચાણ કરતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોત્રી પોલીસ ઘોર નિંદ્રામાં હોવાનુ સામે આવ્યું હતુ. આ બનાવની રાજ્ય ડીજીપી આશિષ ભાટીયાએ ગંભીર લેતા ગોત્રી પોલીસ સ્ટેશનના પી.આઇ એ.બી ગોહિલ અને પી.એસ.આઇ એચ.સી ગોહિલને તાત્કાલીક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતા. ત્યારબાદ હવે સ્ટેટ મોનિટરીંગની ટીમ દ્વારા તાલુકામાં દરોડો પાડી લાખોનો દારૂ જથ્થો ઝડપી પાડતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે.