• ગુજરાતમાં 8 વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીમાં જીત મેળવવા ભાજપ-કોંગ્રેસ બન્ને એડીચોટીનુ જોર લગાવી રહીં છે.
  • કરજણ વિધાનસભા બેઠક પર પોર અને સાધલી ખાતે યોજાયેલા સભામાં અર્જુન મોઢવાડીયાએ સી.આર પાટીલ સામે ગંભીર આક્ષેપો કર્યા
(સાધલી ખાતે યોજાયેલી સભાની તસ્વીર)

વડોદરા. રાજ્યમાં આગામી 3 નવેમ્બરના રોજ 8 વિધાનસભા બેઠક પર મતદાન યોજાવાનુ છે. ત્યારે ભાજપ કોંગ્રેસ બન્ને રાજકીયા પક્ષો દ્વારા આ બેઠકો પર જીત હાસીલ કરવા માટે સભાઓનો દોર શરૂ કરી દીધો છે. ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી સભાઓ યોજવામાં આવી રહીં છે. જ્યારે બીજી તરફ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. તેવામાં કરજણ વિધાનસભાની બેઠક સ્થિત પોર અને સાધલી ગામે યોજાયેલા બેઠકમાં કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયાએ ભાજપ પ્રેદશ પ્રમુખ સી.આર પાટીલ સામે શાબ્દિક પ્રહારો કર્યા હતા.

કરજણ વિધાનસભા બેઠક પર મુળ કોંગ્રેસી અક્ષય પટેલ ભાજપમાં વિધિવત જોડાયા છે. જેથી તેમની સામે કોંગ્રેસ દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. દલબદલુ નેતા તરીકે અક્ષય પટેલની કોંગ્રેસ દ્વારા છાપ ઉભી કરવામાં આવી રહીં છે. ગત રોજ ભાજપના સ્ટાર પ્રચાર સ્મૃતિ ઇરાની પણ અક્ષય પટેલને જીતાડવા માટે કરજણ આવી પહોંચ્યાં હતા. ત્યારે શનિવારના રોજ કરજણ બેઠકમાં આવેલા પોર અને સાધલી ગામમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઇ હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયાએ સભાને સંબોધીત કરી હતી.

આ સભામાં અર્જુન મોઢવાડીયાએ ભાજપના નવનિયુકત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સામે નિશાન શાબ્દિક પ્રહારો કરતા કહ્યું હતુ કે, પોલીસ કોન્સટેબલ હતા ત્યારે દારૂની ગાડીનુ પાયલોટિંગ કરતા હતા એટલે તેમને સસપેન્ડ કરવામાં આવ્યાં હતા, સૌથી વધુ પોલીસ કેસ ધરાવતા રાજનેતા પાટીલ જ છે. સી.આર પાટીલ પર 107 કેસ છે. તેઓ એક વર્ષ જેલમાં પણ રહીં આવ્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે, બેન્ક કૌભાંડમાં સી.આર પાટીલ એક વર્ષ જેલની સજા પણ ભોગવીને આવ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud