• મહેમદાવાદના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ગૌતમ ચૌહાણ કટકપુરા ભાટિયા પાસે દારૂની મહેફીલ માણી રહ્યાં હતા.
  • ખેડા ટાઉન પોલીસને બાતમી મળતા પૂર્વ ધારાસભ્ય સહિત 8 લોકોની અટકાયત કરી
  • પોલીસે સ્થળ પરથી ત્રણ જેટલી દારૂની બોટલો કબજે કરી

WatchGujarat.  દારૂ ગુજરાતમાં મળતો જ નથી અને દારૂ પીવાતો પણ નથી, આ પ્રકારનો દાવો રાજ્યની સરકાર દ્વારા કાયમ તેમના ભાષણ દરમિયાન કરવામાં આવે છે. પરંતુ હકિકત તો એ છે કે, ગુજરાતમાં દારૂ અન્ય રાજ્યોમાંથી પહોંચે, વહેંચાય પણ છે અને પીવાય પણ છે. જેથી કહીં શકાય કે સરકારના દારૂબંધી અંગેના તમામ દાવો વારંવાર પોકળ સાબીત થાય છે. પરંતુ આ ઘટના આગામી વિધાનસભા પહેલા બનતા રાજકારણ ગરમાયુ છે.

આ ઘટનાની વાત કરવામાં આવે તો, મહેમદાવાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ ખેડા જિલ્લામાં આવેલા કટકપુરા ભાટિયા સ્થિત ફાર્મ હાઉસ ખાતે મિત્રો સાથે દારૂની મહેફીલ માણી રહ્યાં હતા. જોકે આ દારૂની મહેફીલની બાતમી ખેડા ટાઉન પોલીસના કાને પડી હતી. દારૂની મહેફીલની બાતમી મળતા પોલીસ રાહ થોડી જુવે અને એમા પણ જો કોંગ્રેસના કોઇ નેતાનુ નામ શામેલ હોય.

દારૂની મહેફીલ અંગેની બાતમી ખેડા ટાઉન પોલીસને મળતા ટીમ કટકપુરા ભાટિયા ખાતે પહોંચી હતી. જ્યાં દારૂની ચાલી રહેલી મહેફીલ પર પોલીસ ત્રાટકી હતી. જોકે આ પાર્ટીમાં શામેલ હતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ અને તેમની સાથે અન્ય સાત જેટલા લોકો પણ હાજર મળી આવ્યાં હતા. જેથી પોલીસે આ તમામની અટકાયત કરી હતી. અને સ્થળ પરથી સામાન્ય કિંમતની દારૂની ત્રણ જેટલી બોટલો મળી આવતા પોલીસે કબજે કરી હતી.

અહીં નોંધનીય બાબત એ છે કે, આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીનુ બ્યૂગલ વાગી ચુંક્યું છે. ત્યારે રસ્તામાં અડચણરૂપ થનાર તમામને કોઇને કોઇ રીતે રૂકાવટ દુર કરવાના પ્રયાસો કરવામાં આવશે. અને આગામી દિવસોમાં માત્ર કોંગ્રેસના જ નેતાઓ નહી પરંતુ સાશક પક્ષના નેતાઓ ઉર પણ સકંજો કસવામાં આવે તો નવાઇ નહીં.

ઉલ્લેખનીય છે કે, આ બનાવ દરમિયાન પોલીસે કબજે કરેલી દારૂની બોટલો ગુજરાતમાં સામાન્ય બુટલેગરો 1000થી 1200 રૂપિયાના ભાવે વહેંચી રહ્યાં છે. અને બ્રાન્ડની બોટલો રાજ્યમાં મોટા પાયે હાલ પણ બુટલેગરો અન્ય રાજ્યોમાંથી લાવી ગુજરતામાં ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યાં છે.

પૂર્વ કોંગી ધારાસભ્ય સહિત આંઠ લોકોની પોલીસે અટકાયત કરી

  • ગૌતમ રાવજીભાઇ ચૌહાણ (એક્સ એમ.એલ.એ)
  • મનિષ જગદીશભાઇ પેટલ
  • નૈષધ ભાનુપ્રસાદ ભટ્ટ
  • દીલીપ નટવરભાઇ શાહ
  • કેયુર નાગેશભાઇ પટેલ
  • બાબુ રમણભાઇ ગોહેલ
  • ફતેસિંહ રાવજીભાઇ ગોહેલ
  • અરવિંદ બુધાભાઇ ચૌહાણ
Facebook Comments Box

Videos

Our Partners