• મુકેશ શુક્લ મહિસાગર જિલ્લા ભાજપના અગ્રણી છે.
  • મુકેશ શક્લના પુત્ર પિનાકીન શુક્લ મહિસાગર જિલ્લા પંચાયતના સદસ્ય છે.
  • ભાજપ અગ્રણીના ઘરે થયેલા આ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

મકસુદ મલીક, મહિસાગર. સરકાર અસામાજિક પ્રવુતિ કરતા ગુંડા તત્વો ને જડમૂળમાંથી ડામી દેવા ગુંડા વિરોધી એકટ અમલમાં આવે તે પહેલાજ ભાજપી અગ્રણીની ગેરહાજરીમાં આતંકનો માહોલ ફેલાતા વીરપુર પંથક માં કાયદો વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ હોવાથી મહિસાગર જિલ્લા ભાજપના અગ્રમી મુકેશ શુક્લ તેઓને શુભેચ્છા પાઠવવા માટે બુધવારે દિલ્હી ખાતે ગયા હતા. જ્યારે તેમનો પુત્ર પિનાકીન ધંધાર્થે બહાર ગામ ગયો હતો. દરમિયાન ગત મોડી રાત્રે 9થી 9-30 વાગ્યાના અરસામાં કેટલાક અસામાજીક તત્વોએ મુકેશભાઇના ઘરની બહાર પાર્ક કરેલી મોંઘી ગાટ ગાડીઓને બાણમાં લીધી હતી. ગુંડા તત્વોએ પાઇપ અને દંડા વડે ઘરની બહાર પાર્ક કરાયેલી તમામ કારના કાંચ તોડી નાખી ભારે નુકશાન પહોંચાડ્યું હતુ.

વાત આટલે જ અટકતી નથી ગુંડાઓએ ગાડીઓના કાંચ તોડી સંતોષ ન વળ્યો તો ઘરમાં ઘુસીને આંતંક મચાવવાનો પ્રયત્ન કરાયો હતો. આ ઘટના વિરપુરા પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરની દુરી પણ બની હતી. તેમ છતાં પોલીસ ઉંઘતી રહીં અને અસામાજીક તત્વો આંતક મચાવી ફરાર થઇ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

આ મામલે watchgujarat.com એ દિલ્હી ખાતે ગયેલા મુકેશભાઇ શુક્લનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતુ કે, કેટલાક ગુંડા તત્વોએ હુમલો કરી પાર્કિંગમાં પાર્ક કરેલી કારોના કાચનો ખુરદો બોલાવી નિમ્ન કક્ષાનું કૃત્ય કરી 30 લાખ જેટલી રકમ ઉપરાંતનું નુકસાન કર્યું છે. આ કૃત્ય કરવા પાછળ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં લાભ લેવા બનાવટી ઝગડો ઉભો કરી પ્રતિષ્ઠિત વ્યક્તિને બદનામ કરવાની ષડયંત્ર રચવામાં આવ્યું છે.

વિરપુર પોલિસ સ્ટેશનની આંખઆડા કાનના કારણે આતંકનો માહોલ બનાવી વિરપુરને બદનામ કરવાનું કૃત્ય કર્યાનો પણ મુકેશ શુકલએ આક્ષેપ કર્યો છે. આ હુમલો થયા બાદ પોલીસની ઉંઘ ઉળી અને આખરે મુકેશભાઇના પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.

થોડા સમય પહેલાં એક બર્થ-ડે પાર્ટીમાં બિયરની છોળો ઉછાડી તલવારથી કેક કાપવાનો વિવાદ પણ સામે આવ્યો હતો. વિરપુર પોલીસના આંખઆડા કાનના કારણે વારંવાર થતાં આતંકી કૃત્યોથી પ્રજામાં ભારે આક્રોષ  ફેલાયો છે.

જોકે મુકેશભાઈ શુકલના ઘર પર થયેલા હુમલા અને તોડફોડની ઘટના અંગે વીરપુરી પોલીસ સ્ટેશનના ઇન્સપકેટર પી.જી પંડ્યાએ જણાવ્યું હતુ કે, ઘટનાની જાણ થતાં રાત્રે સાડા બાર વાગે હું ગયો હતો, બનાવ અંગે ફરિયાદ આપવા જણાવ્યું હતું પણ બીજા દિવસ સાંજ સુધી કોઈ ફરિયાદ આપવા આવ્યું નથી એક દિવસ હજુ રાહ જોઈશુ તેમ છતાં કોઈ ફરિયાદ આપવા નહીં આવે તો બનાવ અંગે કાયદો વ્યવસ્થા જાળવવા સરકાર તરફે ખુદ પોલીસ ફરિયાદી બની સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ કરી કાર્યવાહી કરાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud