• ડેપ્યૂટી સી.એમ નીતિન પટેલ બુધવારે શહેરના એક દિવસના મહેમાન બન્યા હતા.  
  • ડે. સી.એમ નીતિન પટેલની હાજરીમાં આત્મીય ધામ સંકુલમાં મંત્રી યોગેશ પટેલે માંજલપુર વિધાનસભાના એક માત્ર કોંગી ઉમેદવારને રાવણ ગણાવ્યો
  • મંત્રી યોગેશ પટેલે આ વખતે તમામ 12 સીટ જીતવાનો વિશ્વાસ અપાવ્યો

WatchGujarat સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા મીશન 76નો પાર પાડવાનો સંકલ્પ લીધો છે. ત્યારે ભાજપે મેદાનામાં સ્ટાર પ્રચારકોને ઉતાર્યા છે. જેમાં મંગળવારે પ્રદેશ પ્રમુખની બે જાહેર સભાઓ બાદ બુધવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શહેરમાં બે સ્થળે જાહેર સભા સંબોધી હતી. ત્યારે માંજલપુર સ્થિત યોજાયેલી સભામાં નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં નર્મદા મંત્રી યોગેશ પટેલે માંજલપુર વિધાનસભાના એક માત્ર કોંગી કાઉન્સીલરને રાવણ ગણાવી દીધો હતો.

રાજ્યના નાય મુખ્યમંત્રી નીતિન પટેલ બુધવારે શહેરના સમા અને ત્યારબાદ માંજલપુર સ્થિત આત્મીય ધામ ખાતે જાહેર સભાને સંબોધવા માટે પહોંચ્યા હતા. આત્મીય ધામ માંજલપુર ખાતે યોજાયેલા જાહેરા સભામાં મંત્રી યોગેશ પટેલે પ્રવચન આપતા કહ્યું હતુ કે, વર્ષ 2012માં હું માંજલપુર વિધાનસભાની ચૂંટણી લડ્યો હતો. તે સમયે માંજલપુર વિધાનસભાનમાં 12માંથી 11 કોંગ્રેસની સીટો હતો. મારા અનેક પ્રયત્નો અને મારી કામગીરી પછી આપડે 11 ભાજપના કર્યા અને એક જ કોંગ્રેસનો (ચિરાગ ઝવેરી) રહ્યો છે. ઉલ્ટુ થયું, પરંતુ એક ઉમેદવાર બાકી રહ્યો છે.

તેમણે કહ્યું, અમારા જ માણસો અમારા જ કોર્પોરેટરો અમારા જ કાર્યકરતાઓ કહે કે, યોગેશભાઇએ કંઇ સાંઠગાંઠ કરી છે સમજોતા એક્સપ્રેસ કરી છે. પરંતુ આ વખતે 12 સીટ જીતવાનો ધ્યેય નક્કી છે. અને આપડા થકી જ જીતાશે જેમાં બેમત નથી.

યોગેશ પટેલે એમ પણ કહ્યું કે, હમણા જ મેં એક ભાષણમાં કહ્યું હતુ કે, ભગવાન રામચંદ્રજી કે ભગવાન કૃષ્ણજી એ પણ એક સામટા કોઇને ન્હોતા મારતા, એક એકને મારીને આગળ જતા હતા. તો હું તો મનુષ્ય છું, પહેલા 11ને પછાડ્યા, હવે એક જ બાકી છે રાવણ તો છેલ્લો જ હરાય… એટલે હવે એક સીટ જીતી આપડે 12 કોર્પોરેટરને જીતાડવાના છે.

ઉલ્લેખનીય છે કે, માંજલપુર વિધાનસભામાં આવતા વોર્ડ 17,18 અને 19 પૈકીની 12 સીટોમાંથી એક માત્ર કોંગ્રેસના પૂર્વ કાન્સીલર ચિરાગ ઝવેરી છે. જેથી મંત્રી યોગેશ પટેલ દ્વારા જેણે 12મો રાવણ ગણાવવામાં આવ્યો તે ચિરાગ ઝવેરી છે તેવુ તેમણે નામ લીધા વિના પોતાના ભાષણમાં જણાવી દીધુ છે. અને આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છેલ્લા રાવણને હરાવીને 12 સીટ હાસીલ કરવાનો પણ તેમણે સંકેત આપી દીધા છે. હવે જોવાનુ રહ્યું કે આ 12મો રાવણ હારશે કે કેમ ?

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud