• મિત્રના નામનુ સિમકાર્ડ લઇ ફેકટરી માલિકને ધમકી આપી હતી.
  • સાઉથની ફિલ્મ જોઇ બોમ્બ બનાવનાર યુવક મધ્યપ્રદેશનો રહેવાસી

WatchGujarat બે દિવસ પહેલા વાંકાનેરનાં સરતાનપર રોડ પરની ફેક્ટરીનાં સંચાલકને પાર્સલમાં બોંબ જેવી એક શંકાસ્પદ વસ્તુ મળી હતી. જેને લઈને પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ બોંબમાં કોઈ વિસ્ફોટક નહીં હોવાનું સામે આવ્યું હતું. શનિવારે પોલીસે આ પાર્સલ મોકલનાર જીતેન બલરામસિંગ લોધીને ઝડપી લીધો છે. આરોપીની પૂછપરછમાં તેની પાસે વતન જવાના રૂપિયા ન હોવાથી સાઉથની ફિલ્મો દ્વારા પ્રેરણા લઈ બોંબ જેવી વસ્તુ બનાવી ફેક્ટરીનાં માલિકને ધમકી આપી હોવાની કબૂલાત કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના સરતાનપર રોડ પરની સેટમેક્સ ફેક્ટરીના સંચાલક વિનોદભાઈ નારણભાઈ ભાડજાને મળેલ પાર્સલમાં બોંબ જેવી શંકાસ્પદ વસ્તુ મળી હતી. જે બનાવ મામલે ફેક્ટરીના ભાગીદાર હાર્દિકભાઈ ઘોડાસરાએ અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. તો શંકાસ્પદ વસ્તુ મામલે બોંબ સ્કવોડની ટીમે તપાસ ચલાવી હતી. જેમાં કોઈ વિસ્ફોટક પદાર્થ મળ્યો ન હતો. જેને પગલે પોલીસે આ પાર્સલ મોકલનાર ઈસમને દબોચી લેવા તપાસ હાથ ધરી હતી. અને 19 વર્ષીય જીતેન બલરામસિંગ (રહે. ખીરીયા, તા. બેગમગંજ જી. ભોપાલ, મધ્યપ્રદેશ) લોધીને દબોચી લેવાયો હતો.

આરોપીએ પૂછપરછમાં કબુલાત આપી હતી કે તેને સાઉથની પિક્ચર જોઇને નકલી બોમ્બ બનાવવાનો આઈડિયા આવ્યો હતો. આરોપી જીતેન લોધી કઈ કામધંધો કરતો ના હતો અને વતન જવું હોય જેના પૈસા ના હોવાથી નકલી બોંબ બનાવવાનો વિચાર આવ્યો હતો. અને નકલી બોંબ જેવું બનાવી બોક્સ ઉપર સેટ મેક્સ લખી પ્લાસ્ટિકની થેલી સિક્યુરીટી ગાર્ડને આપી શેઠને આપવા જણાવ્યું હતું.

આરોપીએ તેના મિત્ર રઘુનાથ બીરોલીના નામનું નવું સીમકાર્ડ એક્ટીવ કરાવેલ જે મોબાઈલ નંબરમાંથી બોક્સમાં બોમ્બ જેવી વસ્તુ મોકલ્યા બાદ ફેક્ટરીના ભાગીદારની ફેમીલી અને કારખાનાને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જો કે ફેક્ટરી માલિકે પોલીસને જાણ કરતા પોતાનો દાવ ઉંધો પડ્યો હોવાનું પણ આ આરોપીએ સ્વીકાર્યું છે. હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud