• પોરબંદરના સાંસદ રમેશ ધડુકના મોટા ભાઇ ગોમટામાં નર્સિંગ કોલેજ ધરાવે છે.
  • કોલેજની ઓફીસમાંથી લોખંડની તિજોરી તોડી વિદ્યાર્થીઓની એક્ઝામ ફી અને ટ્યુશન ફી હતી.

WatchGujarat.  ગોંડલ તાલુકાનાં ગોમટા ગામે પોરબંદરનાં સાંસદ રમેશભાઇ ધડુકના મોટાભાઈની નર્સિંગ કોલેજ આવેલી છે. આ કોલેજને તસ્કરોએ નિશાન બનાવી હતી. અને રોકડા રૂપિયા 11 લાખની ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

આ અંગે જાણવા મળી રહેલી વિગત મુજબ, સાંસદ રમેશ ધડુકના રાજકોટ રહેતા મોટાભાઈ મનસુખભાઈ ગોમટામાં કોલેજ ધરાવે છે. ધડુક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બાલાજી કોલેજ ઓફ નર્સિંગ તથા લો કોલેજમાં ગત રાત્રીના કોઇ અજાણ્યા શરીરે ચાદર ઓઢેલ આશરે 30 થી 40 જેટલી ઉમર વાળા ચાર શખ્સો ત્રાટકયા હતાં. ચારેયે કોલેજના ગ્રાઉન્ડમાં આવી પ્રીન્સીપાલ ઓફીસની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

Balaji Nursing College
Balaji Nursing College

ત્યારબાદ ઓફીસના ટેબલના ખાના ફેંફોસી, તેમાં રાખેલ તીજોરી કોલેજના ગ્રાઉન્ડમાં લઇ જઇ પથ્થરો તથા લોખંડના નાના સળીયા વડે તીજોરી તોડી નાખી હતી. અને તીજોરીમાં રાખેલ 6,09,000/ એક્ઝામ ફી તથા 4,80,000/ ટ્યુશન ફીનાં મળી કુલ રોકડા રૂપીયા 10,89,000 ની ચોરી કરી લઇ તીજોરી ગ્રાઉન્ડમાં મુકી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud