• જાન્યુઆરી મહિનામાં મુંબઇમાંથી DRIએ 50 કીલો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
  • મહારાષ્ટ્ર અને કર્ણાટક બોર્ડર પર આવેલા એક ગામમાં અફાક તેની બીજી પત્ની અને બાળકો સાથે રહેતો હતો.
  • અફાક મુંબઇથી દેશના અલગ અલગ રાજ્યોમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો.
  • ગત 13મી સપ્ટેમ્બરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાણીલીમડાના પોલીસ કર્મી ફિરોજ નાગોરી સહીત ત્રણ શખ્સોને એક કરોડના MD ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી.

અમદાવાદ. ગુજરાતમાં ચાલતો ડ્રગ્સનો વેપલો મુંબઇથી ચાલતો હોવાની વિગતો સપાટી પર આવી છે. ગત 13મી સપ્ટેમ્બરના રોજ ક્રાઇમ બ્રાન્ચે એક પોલીસ કર્મી સહીત ત્રણ શખ્સોને વડોદરા-અમદવાદા એક્સપ્રેસ હાઇવે પરથી એક કરોડના MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યાં હતા. ત્યારબાદ ડ્રગ ડીલર પોલીસ કર્મી સહીત તમામની ક્રાઇમ બ્રાન્ચે આંકરી પુછપરછ કરતા મુંબઇ કનેકશન બહાર આવ્યું હતુ.

મુંબઇના ડોંગરી ખાતે આલિશાન જીવન જીવતો અફાક બાબા MD ડ્રગ્સનો સૌથી મોટો સપ્લાયર હોવાની વિગતો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)એ મુંબઇથી 50 કીલો MD (મેથિલેનેડિઓક્સી મેથેમ્ફેટેમાઇન) ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ બનાવની તપાસમાં અફાક બાબાનુ નામ ખુલ્યુ હતુ. અને ત્યારબાદ તે મુંબઇ છોડી મહારાષ્ટ્ર કર્ણાટક બોર્ડર પર આવેલા કુરુદવાડ ગામમાં પત્ની અને બાળકો સાથે રહેવા લાગ્યો હતો. જોકે લાંબા સમયથી DRI સહીત દેશની અન્ય એજન્સીઓ અફાકની શોધમાં હતી.

દરમિયાન ગત 13મી સપ્ટેમ્બરના રોજ મુંબઇથી અમદાવાદ લવાતો ડ્રગ્સનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. રૂ. 1 કરોડની ડ્રગ્સ ડીલીંગમાં દાણીલીમડા પોલીસના એ.એસ.આઇ ફિરોજ નાગોરી, સહેજાદ સહીત પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે તમામની આંકરી પુછપરછ કરતા ગુજરાતમાં ઠલવાતા ડ્રગ્સમાં મુંબઇ કનેકશન બહાર આવ્યું હતુ. તેમાં પણ જે શખ્સને દેશની વિવિધ એજન્સીઓ શોધી રહીં હતી તેવા અફાક બાવાનુ નામ ખુલ્યું હતુ. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે અફાકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરતા ગોવાથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

મુંબઇના ડોંગરીમાં લકઝૂરીય લાઇફ સ્ટાઇલ જીવતો અફાક બાવા ગુજરાત અને મુંબઇના અનેક ડ્રગ ડીલરો મારફતે ધંધો કરતો હતો. અફાકને મળતા પહેલા તેના પુત્રનો સંપર્ક કરવો જરૂર હતો. પુત્ર જોડે ડીલ નક્કી થયા બાદ અફાક રૂપિયા રિસીવ કરે પછી જ ડ્રગ્સની ડીલીવરી પુરી પાડતો હતો. ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો ચલાવનાર મોટા ભાગના ડ્રગ ડીલરો અફાક પાસેથી ખરીદી કરતા હોવાનુ જાણવા મળી રહ્યું છે.

મુખ્ય સપ્લાયર અફાક 4 ગુનામાં સંડોવાયેલો હતો
મહત્વનું છે કે અફાક મુંબઈ પોલીસ, મુંબઈ ડીઆરઆઈ અને અમદાવાદ ક્રાઈમમાં સહિત 4 ગુનામાં સંડોવાયેલ હતો.. ત્યારે ક્રાઈમ બ્રાંચે આ મામલે અફાકની પુછપરછ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની આ પુછપરછ દરમ્યાન ડ્રગ્સ સપ્લાયર ચેનનો પણ મોટો ખુલાસો થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

મુખ્ય ડ્રગ્સ સપ્લાયર અફાક ડ્રગ્સની ચેઇનનો મોટો ખુલાસો કરી શકે છે
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ડ્રગ્સના જથ્થાને પકડવામાં સફળતા પ્રાપ્ત થયા બાદ, વિવિધ તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. અફાકની ક્રાઇમ બ્રાન્ચે પુછપરછ કરતા જાણવા મળ્યું કે MD ડ્રગ્સ કેસમાં પકડાયેલો દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો ફિરોજ નાગોરી પોલીસની આંખમાં ધૂળ નાંખવા માટે કારમાં ખાખી વર્દી પહેરીને મુંબઇ ખાતે ડ્રગ્સની ખરીદી કરવા માટે ગયો હતો. ASI ફિરોજ નાગોરી ચાલુ ડયુટી ઉપર ડ્રગ્સ ખરીદવા માટે મુંબઇ ગયો હતો.

ચાલુ નોકરીએ ASI ફિરોજ મુંબઇ ડ્રગ્સ લેવા જતો હતો
મહત્વનું છે કે ફિરાજ નાગોરી જમાલપુરમાં રહેતાા ઇમરાન એહમદભાઇ અજમેરીના સંપકમાં ઘણા સમયથી હતો. પોલીસની પુછપરછમાં એ પણ વાત સામે આવી કે મુંબઇથી આવતા-જતા રસ્તામાં ચેકિંગ દરમિયાન પોલીસ રોકે નહી માટે તે ખાખી વર્દી પહેરીને કારમાં ગયો હતો. ત્યારે બીજી તરફ મુંબઇથી કારમાં ડ્રગ્સનો જથ્થો લઇને નીકળ્યા બાદ બેગ કારની સીટ નીચે સંતાડી રાખવામાં આવતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud