• ડુપ્લીકેટ ઇન્જેક્શન બનાવી કાળાબજારી કરનાર જગદીશ પરમારને આણંદ એસ.ઓ.જીએ રંગે હાથ ઝડપી પાડ્યો
  • જગદીશની એક્ટિવામાંથી ઇન્જેક્શનની સોઇ, ખાલી બોટલો, ઇન્જેક્શન બોટલોના ડટ્ટા અને ગ્લોકોઝની બોટલ મળી આવી

WatchGujarat. કોરોનાની મહામારી વચ્ચે હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત વચ્ચે હવે જાણે ગુજરાત નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાનુ હબ બની ગયું હોય એમ રોજ બે રોજ નકલી રેમડેસિવિરની કાળાબજારી કરનાર શખ્સે પોલીસની ગીરફ્તમાં આવી રહ્યાં છે. ત્યારે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતો સ્ટાફ બ્રધર 2 નક્લી રેમડેસિવિર ઇન્જેક્શન સાથે ઝડપાયો છે. જેની પાસેથી પોલીસને ગ્લુકોઝની બોટલ સહિત નકલી ઇન્જેક્શન બનાવવાની સામગ્રી મળી આવતા જપ્ત કરવામાં આવી છે.

કોરોનાની મહામારી વચ્ચે દર્દીઓ અને તેમના સ્વજનો હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન મેળવવામાં દોડધામ કરવી પડી રહીં છે. તેવામાં રેમડેસિવિર ઇન્જેક્શનની મોટી અછત સર્જાતા હવે તેની કાળાબજારી અને ડુપ્લીકેટ એન્જક્શન બનાવતી ફેકટરીઓ ઉભી કરી લોકોના જીવ જોખમમાં મુકવામાં આવી રહ્યાં છે. અમદાવાદ, સુરત, વડોદરા તેમજ મોરબીમાં મોટી સંખ્યામાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી અને ડુપ્લેકીટ ઇન્જેક્શન બનાવતા શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આવી પરિસ્થિતિ વચ્ચે આણંદ પોલીસને બાતમી મળી હતી કે, ઉમરેઠનો એક શખ્સ રેમડેસિવિરના નકલી ઇન્જેક્શન બનાવી તેની કાળાબજારી કરી લોકોના જીવ જોખમમાં મુકાય તેવા કૃત્યો કરી રહ્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે નવા બસ સ્ટેન્ડ સરદાર બજાર પાસે એક્ટિવા પર પસાર થઇ રહેલા ઉમરેઠના જગદીશચંદ્ર ઉર્ફે જગો રમણભાઇ પરમારની અટકાયત કરી પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જગદીશ પાસેથી 2 નંગ ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યાં હતા. તેમજ ડુપ્લીકેટ ઇન્જેકશન બનાવવાની સમગ્રી, જેમાં ખાલી બોટલો, ઇન્જેકશનની સોય, ફેવીક્વીક, ઇન્જેક્શનની બોટલના ડટ્ટા, તથા નડિયાદ સિવિલ હોસ્પિટલનુ આઇ કાર્ડ પણ મળી આવ્યું હતુ. આમ પોલીસે જગદીશ પરમાર પાસેથી રૂ. 1.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નકલી રેમડેસિવિર સાથે પોલીસના હાથે રંગેહાથ ઝડપાયેલા જગદીશ પરમાર પાસેથી મળી આવેલી ગ્લુકોઝની બોટલ તેમજ ઇન્જેક્શનની ખાલી બોટલો, સોય સહિતની સમગ્ર ઝડપાતા, જગદીશ ગ્લુકોઝની બોટલમાંથી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતો હોવાનુ આશંકા છે. ત્યારે પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud