• છ મહિના પહેલાં જ શરૂ કરાયેલો રામગઢના બ્રિજનો પિલ્લર બેસી જતા ફરીથી વાહનો માટે બંધ
  • રીપેરીંગ માટે બ્રિજ ફરી બંધ કરાતા રામગઢના લોકોને 15 KM નો ફેરાવો
  • ટોટૉ ફોડી માછીમારી બંધ ન કરાઇ તો ઓવરા બાદ નજીક આવેલા રમતગમત સંકુલ, નવદુર્ગા હાઈસ્કૂલ, મંદિર સહિત અન્ય મકાનોને પણ નુક્શાનીની ભીતિ

WatchGujarat. નર્મદા જિલ્લામાંથી પસાર થતી કરજણ નદીમાં ડિટોનર ફોડી કરાતી માછીમારીની ગેરકાયદે પ્રવૃત્તિના કારણે 6 મહિના પહેલા જ બનાવેલા નવા બ્રિજનો એક પિલર બેસી જતા તેને સમારકામ માટે બંધ કરવાનો વારો આવ્યો છે.

રાજપીપળા નજીક કરજણ નદીમાં માછીમારી કરતા કેટલાક તત્વો ગેરકાયદે ડિટોનેટરનો બ્લાસ્ટ કરે છે. ગેરકાયદે ટોટા ફોડી માછીમારો તો જરૂરિયાતની માછલીઓ લઈને ચાલતા થાય છે પરંતુ આ ધડાકાઓએ વર્ષો જૂનો ઐતિહાસિક કરજણ ઓવરો નષ્ટ કરી નાંખ્યો હતો.

હવે કરજણ નદીનો નવો બ્રિજ હજું બન્યાને માંડ 6 મહિના થયાને ડિટોનેટરના બ્લાસ્ટથી ધ્રુજી ઉઠતાં હાલ એક પિલ્લર બેસી ગયો છે. બ્લસ્ટથી મોટું નુકસાન થયુ છે. નદીમાં થતા બ્લાસ્ટ રોકવામાં નહીં આવે તો નજીકમાં રમતગમત સંકુલ, નવદુર્ગા હાઈસ્કૂલ, મંદિર સહિત અનેક મકાનો છે તેમને પણ મોટું નુકસાન થઈ શકે છે.

નાંદોદ તાલુકાના રામગઢ ગામના લોકોને રાજપીપળા આવવા માટે  15 કિમીનો ફેરાવો ફરવો પડતો હતો. જેથી ગામને જોડતો કરજણ નદી પર પુલ બનાવ્યો હતો. જે 6 મહિના પહેલાં જ શરૂ કરવામાં આવ્યો હતો. જેનો પિલર બેસી જતા તેના રિપેરની કામગીરી ચાલી રહી છે.  રામગઢ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. નવો બ્રિજ છ મહિનામા તૂટી જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

કરજણ ઓવરે રોજ બેસવા જતા ટોટા ફૂટવાના ધડાકા, રાજવી પરિવારે પણ અગાઉ કરેલી રજુઆત

રાજપીપલા રહેતા સુનિલ વસાવા એ જણાવ્યું હતું કે, અમે રોજ વહેલી સવારે ચાલવા અને સાંજે બેસવા કરજણ ઓવરે જઈએ છે. જેમાં જોઈએ છે નદીમાં સતત ધડાકા થાય છે. આખો વિસ્તાર ધ્રુજી ઉઠે છે. ધીરે ધીરે આખો ઓવરો તૂટી ગયો રાજપીપલા રાજવી પરિવારે પણ આ બાબતે તંત્ર નું ધ્યાન દોર્યું હતું પણ હજુ લોકો ટોટા ફોળે છે અને માછી માછી મારી કરે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud