• નેત્રંગના કોલીયાપાડાથી પાડા ગામ વચ્ચે દીપડા બાદ હવે ઝરખની હયાતી
  • ગામના ખેતર જવાના માર્ગ પર ખોરાકની શોધમાં લટાર મારતો ઝરખ કેમેરામાં કેદ
  • સ્થાનિક ખેડૂતો દ્વારા વિડીયો બનાવી ઝઘડીયા રેન્જ ફોરેસ્ટને જાણ કરાઈ – કોલીયાપાડા થી પાડા ગામ તરફના માર્ગ નજીક જંગલ વિસ્તારમાં નજરે પડ્યો
Hyenas
Hyenas

WatchGujarat. નેત્રંગના વડડિયા ડુંગર પાસે આવેલા કોલીયાપાડા થી પાડા ગામ વચ્ચે દીપડા બાદ હવે ઝરખની હયાતી સામે આવી છે. ગામના ખેતર જવાના માર્ગ પર ખોરાકની શોધમાં લટાર મારતો ઝરખ કેમેરામાં કેદ થયો હતો. સ્થાનિક ખેડૂતો દ્વારા બનાવેલો ઝરખનો વિડીયો સામે આવ્યો છે. જે અંગે ઝઘડીયા રેન્જ ફોરેસ્ટને જાણ કરાઈ હતી. કોલીયાપાડા થી પાડા ગામ તરફના માર્ગ નજીક જંગલ વિસ્તારમાં નજરે પડ્યો હતો.

વાલિયા-નેત્રંગ અને ઝગડીયા વિસ્તારમાં આવેલા જંગલ વિસ્તારમાંથી દીપડાનું ગ્રામ્ય વિસ્તાર તરફ પ્રયાણ બાદ હવે જંગલી પ્રાણી ઝરખ પણ ગામ નજીક જંગલ છોડી લટાર મારતા નજરે પડી રહ્યા છે. નેત્રંગ ના કોલીયાપાડા થી પાડા ગામ વચ્ચે માર્ગ પર ખોરાકની શોધમાં આવેલુ ઝરખ નજરે પડ્યું હતું. જૂજ જોવા મળતા ઝરખ જંગલ વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારની હદમાં પ્રવેશેતા, ઝરખ જોતા જ માર્ગ પર પસાર થતા ખેડૂત દ્વારા તેને મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધું હતું.

આ અંગે ઝગડીયા રેન્જ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી દીપડાની સંખ્યામાં વધારો થવાની સાથે સાથે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર તરફ તેના આવાગમન વધ્યું છે. આ વચ્ચે ઝરખ પણ હવે શિકાર અને ખોરાકની શોધમાં ગ્રામ્ય વિસ્તાર તરફ આવતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. ઝરખ દ્વારા પશુપાલકોના પાલતુ પશુઓને શિકાર બનાવવાની દહેશત વચ્ચે લોકો દ્વારા તેને ઝડપી પાડવામાં આવે તેવી માંગ ઉઠી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud