• વડોદરાના સેન્ટ્રલ જેલમાં (Vadodara Central Jail) કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા હેંમત પવારની બેરેક નં-8ની કરતુત
  • હેંમત સામે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડનો ગુનો નોંધાયો હતો.
  • હેંમતે બળપ્રયોગથી બેરેકનો લોખંડનો સળીયો એક સાઇડમાં ખસેડી ભાગ્યો હતો
  • બેરેકના વોર્ડર અને વોચમેન જાગી જતા હેંમતનો પ્લાન અસફળ રહ્યો

WatchGujarat. સેન્ટ્રલ જેલ જ્યાં નાના મોટા તમામ પ્રકારના ગુનેગારો તેમના કરેલા ગુનાની સજા ભોગવી રહ્યાં છે. જેમાનો એક હેંમત પવાર કાચા કામનો કેદી છે. જેણે ગત રાત્રે સેન્ટ્રલ જેલની બેરેક તોડી અને બહાર ભાગ્યો પણ ખરો, પરંતુ કિલ્લાબધ સુરક્ષા હોવાથી તે ભાગવામાં અસફળ રહ્યો હતો. હેંમતનો ભાગવાનો પ્લાન અસફળ કરવામાં જો કોઇએ સૌથી મહત્વની ભૂમિકા જો કોઇએ ભજવી હોય તો તે છે બેરેકના વફાદાર વોર્ડર અને વોચમેન.

આ ઘટના છે 20 જાન્યુઆરી રાત્રીના 12 વાગ્યાના પછીની, હેંમત ઉર્ફે બટકો પવાર મુળ પંચમહાલના હાલોલ તાલુકાનો રહેવાસી છે. જેની સામે થોડા સમય પહેલા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘરફોડનો ગુનો નોંધાયો હતો. પોલીસે હેંમતને પકડી પાડી કોર્ટમાં રજુ કર્યો અને તેને જ્યુડીશ્યલ કસ્ટડીમાં વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો. હેંમત ઉર્ફે બટકાને સેન્ટ્રલના જેલના યાર્ડ નં-8ના બેરેક-8માં રાખવામાં આવ્યો હતો. તેની સાથે અન્ય કાચા કામના કેદીઓ પણ હતા.

આ કેદીઓ સાથે પાકા કામના કેદી અને બેરેકના વોર્ડર  કીરીટભાઇ ખરાદી અને વોચમે ઠાકોરભાઇ વસાવા જે પણ પાકા કામના કેદી છે. પરંતુ તેમના જેલ કાર્યકાળ દરમિયાનના રેકોર્ડને જોતા આ બન્ને મહત્વની જવાબદારી જેલ સત્તાધીશો દ્વારા સોંપવામાં આવી છે. સામાન્ય રીતે જેલબંદી થતા તમામ કેદીઓને બેરેકમાં આવી જવાનુ હોય છે. એજ પ્રકારે 20 જાન્યુઆરીના રોજ હેંમત પવાર સહિતના કેદીઓ બેરેક નં-8માં આવી ગયા હતા. હેંમત પણ અન્ય કેદીઓની જેમ બેરેકમાં આવી બેઠો હતો, પરંતુ બેરેક તોડી બહાર કંઇ રીતે નિકળવુ તે સતત તેના દિમાગમાં ચાલી રહ્યું હતુ.

રાતના એક વાગ્યા હશે હેંમત બેરેકના મુખ્ય દરવાજાથી અંદર દાખલ થતા જમણી સાઇડના ખુણા પાસે પહોંચ્યો. જ્યાં તેણે દિવાલના પાર્ટેશન ઉપર આવેલા લાકડાની ફ્રેમ સાથે જોડાયેલા લોખંડના સળીયાને નિચેથી સાઇડમાં કરવાનો પ્રયાસ શરૂ કર્યો, થોડા સમય બાદ બળપ્રયોગથી જેલનો સળીયો એક બાજુ ખસેડવામાં એ સફળ રહ્યો હતો. આ દરમિયાન બેરેકની અંદર કંઇ તોડફોડ રહીં હોવાનો અવાજ બેરેકના વોર્ડર અને વોચમેનના કાને પહોંચ્યો, હજી આ બન્ને કંઇ સમજે ત્યાં તો તેમણે હેંમત પવારને બેરેકની બહાર નિકળી ભાગતો જોયો.

હેંમત બેરેક તોડી ભાગવામાં તો સફળ રહ્યો પરંતુ વોર્ડર અને વોચમેને જેલના સિપાઇને બુમ પાડી જાણ કરી હતી. જેથી જેલ સિપાઇ વનરાજભાઇ વોર્ડર અને વોચમેનની બુમ સાંભળી હેંમતની પાછળ દોડ્યા અને બેરેક નં-4 ની પાછળ આવેલા આરઓ પ્લાન્ટની પાણીની ટાંકી પાસેથી તેને દબોચી લીધો હતો.

Facebook Comments Box

Videos

Our Partners