• હાલોલ પાવાગઢ રોડ પર દીપડો અકસ્માતે ઘાયલ થતા લોકટોળા ઉમટ્યા
  • દીપડાને સારવાર માટે મોકલવાની જગ્યાએ લોકો ફોટો વિડીયો ઉતારવામાં વ્યસ્ત હોવાથી સમજદાર લોકોમાં રોષ
  • અકસ્માત સમયે ફોટો વિડીયો ની જગ્યાએ ઘાયલ ને સારવાર મળે તેને પ્રાથમિકતા આપવી જોઈએ

હાલોલ પાવાગઢ રોડ પર દીપડાનો અકસ્માત થતા ગંભીર ઘાયલ થયો, જુઓ અકસ્માતનો VIDEO

Watchgujarat. હાલોલ પાવાગઢ રોડ પર ખૂનપીર પાસે રહેણાંક વિસ્તાર નજીક રોડ ક્રોસ કરતા દીપડાને અજાણ્યા વાહને ટક્કર મારતા દીપડાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આવતા જતા વાહન ચાલકો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને ફોરેસ્ટ વિભાગને અકસ્માત અંગે જાણ કરી હતી. એક તરફ ગંભીર રીતે ઘવાયેલા દીપડો રોડ પર લોહીથી લથબથ હાલતમાં તરફડીયા મારી રહ્યો હતો. ત્યાં બીજી તરફ લોકો તેનો વિડિઓ ઉતારવામાં વ્યસ્ત હતા.

દરમિયાન ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચતા સમય લાગતા દીપડાના છેલ્લા શ્વાસ ચાલતા હતા. ફોરેસ્ટ વિભાગે આવી દીપડા પર જાળ નાખી ફોરેસ્ટ વાનમાં મુકવાની તજવીજ હાથ ધરી હતી. તો બીજી તરફ કેટલાક કર્મચારીઓ દીપડાને વહેલી તકે સારવાર સ્થળે પહોંચાડવાની જગ્યા એ રોડ પર તરફળીયા મારી છેલ્લો શ્વાસ લેતા દીપડાના ફોટા વિડિઓ ઉતારતા નજરે પડ્યા હતા. જેને કારણે સ્થળ પર હાજર લોકો રોષે ભરાયા હતા. ઇજાગ્રસ્ત દીપડાને નજીકમાં આવેલ જાંબુઘોડા પશુ ચિકિત્સાલયમાં લઇ જવાયો હતો. જ્યાં દીપડાની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ખૂનપીર નજીક રહેણાંક વિસ્તારમાં દીપડોનો અકસ્માત સર્જાતા રહીશોમાં ભયની લાગણી ફેલાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાની આસપાસ અનેક આરક્ષિત જંગલ વિસ્તારો આવેલા છે. જેમાં વન્ય જીવો અને વાહન અકસ્માતની ઘટના સમયાંતરે સામે આવતી હોય છે. અકસ્માતની ઘટનાઓમાં ફોટા વિડીયો ઉતારવાની જગ્યાએ જો ઘાયલ ને મદદ કરવામાં આવે તો તેને સત્વરે સારવાર મેળવવામાં મદદ કરો શકાય છે અને જીવ બચવાની શક્યતાઓમાં વધારો થાય છે.

More #Road accident #Leopard #હાલોલ #Pawagadh #Vadodara News

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud