• વિદેશથી કાર્ગોમાં કિંમતી સામાન આવ્યો હોય તેમ ખોખામાં વિદેશ બ્રાન્ડની બોટલો ભરી થર્મોકોલ અને સેલોટેપ વડે પેકિંગ કર્યું હતુ.
  • હરિયાણાથી ટ્રાન્સપોર્ટમાં દારૂનો જથ્થો પંચમહાલ જિલ્લામાં લાવવામાં આવ્યો હતો.
  • જિલ્લા એલસીબીએ ટ્રાન્સપોર્ટમાં આવેલો સામાન ચેક કરતા પાંચ કાર્ટૂનમાંથી વિદેશી બ્રાન્ડની 60 બોટલો મળી આવી

WatchGujarat. રાજ્યમાં દારૂબંધી હોવાથી અન્ય રાજ્યોમાંથી અવનવા નુશકા અપનાવી દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે પંચમહાલના કાલોલના બુટલેગરે તો કંઇક એવુ કર્યું પોલીસ પણ જોઇને દંગ રહીં ગઇ હતી. વિદેશી બ્રાન્ડની 60 દારૂની બોટલો એ રીતે પેકિંગ કરી હતી જાણે પરદેશથી ખુબ જ કિંમત વસ્તુનુ પાર્સલ આવ્યું હોય.

આ બનાવની વિગત એવી છે કે, પંચમહાલ જિલ્લા એલ.સી.બીને બાતમી મળી હતી કે, કાલોલ તાલુકાના જેરોલ ગામે રહેતો અનિલકુમાર ઉર્ફે અન્નો શિવકુમાર સોનીએ હરિયાણાથી ટ્રાન્સપોર્ટમાં વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મંગાવી છે. જે દારૂની બોટલો હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલા ગાયત્રીનગરની સામે ટી.સી.આઇ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પડ્યો છે. જેથી પોલીસે બાતમીના આધઆરે ટી.સી.આઇ ટ્રાન્સપોર્ટના ગોડાઉન અને ઓફિસમાં દરોડો પાડ્યો હતો.

જિલ્લા એલ.સી.બીના દરોડા દરમિયાન પોલીસના હાથે બિલ્ટી લાગી હતી. જેમાં Aloe Vera Gel ની બિલ્ટીના પાંચ પાર્સલ હોવાનુ જણાઇ આવ્યું હતુ. પોલીસે શંકાના આધારે Aloe Vera Gel ના પાર્સલ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દારૂની બોટલો પેક કરવા માટે બુટલેગરે થર્મોકોલ અને તેની ઉપર સેલોટેપ એવી વીટી હતી, જાણે વિદેશથી કોઇ કિંમતી સામાન આવ્યો હતો.

પોલીસે એક બાદ એક પાંચ પાર્સલ ખોલતા વિદેશ બ્રાન્ડની રૂ. 84 હજારની કિંમતની 60 નંગ Black & White સ્કોચ વ્હીસ્કીની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે આ મામલે દારૂ મંગાવનાર અનિલકુમાર સોની સામે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud