• ફર્મના રજીસ્ટ્રેશન વગર પેટશોપ પણ ચલાવી શકાશે નહિ
  • રજીસ્ટ્રેશન વગર આ પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરાશે
  • પેટશોપ અને ડૉગ બ્રીડીંગ-માર્કેટિંગનો વ્યવસાય કરતા વ્યક્તિઓએ ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ ખાતે ફર્મની નોંધણી કરાવવાની રહેશે

WatchGujarat. રાજ્યમાં ડૉગ બ્રીડીંગ અને માર્કેટિંગની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વેપારીઓએ હવે ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર ખાતે તેમના ફર્મની નોંધણી કરવી ફરજિયાત રહેશે. તેમજ ફર્મના રજીસ્ટ્રેશન વગર કોઇ પેટશોપ પણ ચલાવી શકાશે નહિ. પ્રાપ્ત વિગતો અનુસાર આકસ્મિક તપાસમાં રજીસ્ટ્રેશન વગર આ પ્રકારની કોઇ પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિઓ મળી આવશે તો તેમની સામે પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ (પેટ શોપ) અને પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ (ડૉગ બ્રીડીંગ એન્ડ માર્કેટિંગ) એક્ટ અંતર્ગત કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામા આવશે.

ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડના સંયુક્ત પશુપાલન નિયામક દ્વારા જણાવ્યા પ્રમાણે, પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ (પેટ શોપ) અને પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ (ડૉગ બ્રીડીંગ એન્ડ માર્કેટિંગ) એક્ટ અંતર્ગત અનુસાર પેટશોપ (Pet Shop) અને ડૉગ બ્રીડીંગ એન્ડ માર્કેટિંગનું રજીસ્ટ્રેશન રાજ્યમાં ફરજિયાત કરવામાં આવ્યુ છે. રૂ।. 5,000/ ની નોંધણી ફી સાથે ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ, બીજો માળ, સુમન ટાવર, સેક્ટર-11, ગાંધીનગર ખાતે પેટશોપ અને ડૉગ બ્રીડીંગ એન્ડ માર્કેટિંગનો વ્યવસાય કરતા વેપારીઓએ તેમના ફર્મની નોંધણી ફરજિયાત કરાવવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ-2020 થી આ નોંધણી ફરજિયાત કરવામાં આવી હોવા છતાં રાજ્યમાં આ વ્યવસાય કરતાં વેપારીઓએ તેમના ફર્મનું રજીસ્ટ્રેશન હજી સુધી કરાવ્યું નથી. જેથી હવે પછી આકસ્મિક તપાસ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલુ જ નહિ, પેટશોપ અને ડૉગ બ્રીડીંગ એન્ડ માર્કેટિંગનો વ્યવસાય કરવા સ્થાનિક પ્રશાસન પાસેથી મેળવેલ મંજૂરી રદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud